બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / Delhi minister Raaj Kumar Anand resigns from cabinet, quits AAP

દિલ્હી / AAPમાં ભૂકંપ, કેજરીવાલના કેબિનેટ મંત્રીનું રાજીનામું, બોલ્યાં 'ભ્રષ્ટ સાથે નથી રહેવું'

Hiralal

Last Updated: 05:27 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા રાજકુમાર આનંદે કેજરીવાલ સરકારમાંથી રાજીનામું આપી દીધું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જેલમાં ગયાં બાદ આમ આદમી પાર્ટીની માઠી દશા બેઠી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક મોટો રાજકીય ઘટનાક્રમ સર્જાયો છે. 
દિલ્હીના મંત્રી અને આપ નેતા રાજ કુમાર આનંદે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજ કુમાર આનંદનું આ રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

રાજ કુમાર આનંદે કેમ આપ્યું રાજીનામું 
રાજ કુમાર આનંદનું કહેવું છે કે પાર્ટી દલિત ધારાસભ્યો, કાઉન્સિલરો અને મંત્રીઓનું સન્માન નથી કરી રહી. દલિતોને છેતરવામાં આવ્યા છે. આ બધી બાબતો સાથે મારા માટે પાર્ટીમાં ચાલુ રહેવું મુશ્કેલ છે, તેથી હું પદ અને પક્ષમાંથી રાજીનામું આપી રહ્યો છું.

વધુ વાંચો : ભાજપની 10મી યાદી જાહેર, હાઈ પ્રોફાઈલ ચંદીગઢથી કિરણ ખેરની ટિકટ કપાઈ, નવા ચહેરાને તક

આમ આદમી પાર્ટી પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ 
દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજ કુમાર આનંદે પણ પાર્ટી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર સામે લડવા માટે થયો હતો પરંતુ આજે પાર્ટી પોતે ભ્રષ્ટાચારમાં ડૂબી ગઈ છે. હું આ સરકારમાં કામ કરી શકતો નથી અને હું નથી ઇચ્છતો કે મારું નામ આ ભ્રષ્ટાચાર સાથે જોડાય. 
પટેલ નગરના ધારાસભ્ય રાજ કુમાર આનંદે આક્ષેપ કર્યો છે કે, દલિતોને પક્ષમાં પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી. એક પત્રકાર પરિષદને સંબોધતા રાજ કુમાર આનંદે આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટી (આપ)ના ટોચના નેતાઓમાં કોઈ દલિત નથી. દલિત ધારાસભ્યો, મંત્રીઓ કે આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોને કોઈ સન્માન આપવામાં આવ્યું નથી. 

દિલ્હી હાઈકોર્ટના નિર્ણય બાદ આપ વતી ખોટું- રાજકુમાર આનંદ 
રાજીનામું આપવાના સમય વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજ કુમાર આનંદે કહ્યું - કાલ સુધી હું એવું માનતો હતો કે આમ આદમી પાર્ટીના નેતાઓને ફસાવવામાં આવી રહ્યા છે, પરંતુ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય બાદ લાગે છે કે અમારા તરફથી કંઈક ખોટું થયું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ