બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / '14 લોકોની કમિટીમાંથી ફૂટ્યું કોણ', વાયરલ ઓડિયો ક્લિપ અંગે પી.ટી.જાડેજાની સ્પષ્ટતા, તો પ્રમુખે કહ્યું 'પોતાનું મોરલ ચમકાવવા...'
Last Updated: 12:41 PM, 12 May 2024
PT Jadeja Audio Clip : ક્ષત્રિય સંકલન સમિતિને લઈ પદ્મિનીબા વાળા બાદ હવે પી.ટી.જાડેજાએ પણ આક્ષેપ કર્યા હતા. ગઇકાલે પી.ટી.જાડેજાનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તેમણે સંકલન સમિતિ અંગે પર્દાફાશ કરવાની ચીમકી આપી સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની ધમકી પણ આપી હતી. જે બાદમાં હવે તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે કહ્યુ કે, મેં રાજીનામુ આપ્યું નથી અને આપવાનો પણ નથી.
ADVERTISEMENT
પદ્મિનીબા વાળા બાદ પી.ટી.જાડેજાના સંકલન સમિતિ પર આક્ષેપ કરતી એક ઓડિયો ક્લિપ વાયરલ ગઇકાલે વાયરલ થઈ હતી. જેમાં ક્ષત્રિય સંકલન સમિતિ સાથે સંકળાયેલા પી.ટી.જાડેજાએ સંકલન સમિતિ અંગે પર્દાફાશ કરવાની ચીમકી હતી. તેમણે કહ્યુ કે, સંકલન સમિતિથી અત્યારસુધી પાપડ પણ નથી ભાંગ્યો. આ સાથે તેમણે સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની ધમકી પણ આપી હતી. તેમણે કહ્યું કે, સંકલન સમિતિના કેટલાક લોકોએ સમાજ સાથે ગદ્દારી કરી છે, આજે મે શબ્દોમાં મર્યાદા રાખી છે કાલે નહીં રાખું તેવું પણ કહ્યું હતું. આ સાથે કહ્યુ કે, હું સમાજને પૂછીશ કે તમે મારી સાથે છો, તૃપ્તિબા રાઓલ સહિત 5 લોકો વિરુદ્ધ મારી પાસે પૂરાવા છે.
'અમારી 14 લોકોની કમિટીમાંથી કોણ ફૂટ્યું...', વાયરલ ઓડિયો ક્લિપ અંગે જુઓ શું કહી રહ્યાં છે પી.ટી.જાડેજા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 12, 2024
(પદ્મિનીબા વાળા બાદ વધુ એક આગેવાનનો મોહભંગ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણ કે તાજેતરમાં જ ગઇકાલે પી.ટી.જાડેજાએ સંકલન સમિતિ પર અનેક સવાલ ઉઠાવ્યા હોવાનું સામે આવ્યું છે.… pic.twitter.com/WnzVorAXyZ
ADVERTISEMENT
14 લોકોની કમિટીમાંથી ફૂટ્યું કોણ?
આ તરફ હવે સંકલન સમિતિના સભ્ય પી.ટી.જાડેજાએ ઓડિયો ક્લિપને લઈ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, મેં રાજીનામુ આપ્યું નથી અને આપવાનો પણ નથી. સોશ્યલ મીડિયામાં હજારો યુવાનો મારા સમર્થનમાં આવ્યા છે. સંકલન સમિતિ મારા સંમર્થનમાં ના આવતા મેં નારાજગી વ્યક્ત કરી હતી, સંકલન સમિતિ કાયમ રહેશે. આ સાથે તેમણે કહ્યું કે, 14 લોકોની કમિટી માંથી કોણ ફૂટ્યું તે જાણવા જેવું છે. સાયબર ક્રાઇમમાં હું આ અંગે ફરિયાદ કરીશ. આ સાથે કહ્યુ કે, ગદ્દાર એક જ છે તેને અમે ખુલ્લો પાડીશું. આજે અથવા કાલે સંકલન સમિતિ સાથે ચર્ચા કરીશ.
ADVERTISEMENT
વધુ વાંચો : ગબ્બરે દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ આ ખાસ વાંચી લેજો, નહીંતર થશે ધરમધક્કો!
સમિતિમાં આંતરિત વિવાદ અને ફાંટાને લઇ કરણી સેનાની પ્રતિક્રિયા
ADVERTISEMENT
આ બધાની વચ્ચે ક્ષત્રિય સંકલન સમિતિમાં આંતરિત વિવાદ અને ફાંટાને લઇ હવે કરણી સેનાની પ્રતિક્રિયા સામે આવ્યું છે. રાજકોટ કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ કહ્યુ કે, પી.ટી.જાડેજાએ રાજીનામું આપી દેવું જોઇએ. આ સાથે કહ્યું કે, સંકલન સમિતિ અને સમાજ વચ્ચે મતભેદ થાય તો આંદોલન અમે ચલાવશું. આ આંદોલન સ્વંયભૂ હતું પણ સંકલન સમિતિએ આમાં ભાજપ-કોંગ્રેસને વચ્ચે નાખ્યું છે.
'જો કરણી સેના જ સ્ટેજ સંભાળી લેશે તો સંકલન સમિતિને...', આંતરિક વિવાદ પર શું બોલ્યા રાજકોટ કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ?#karnisena #rajkot #bhupatsinhjadeja #ptjadeja #kshatriyasamaj #padminiba #padminibavala #vtvgujarati pic.twitter.com/DXUn26U39u
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 12, 2024
ADVERTISEMENT
આ સાથે કહ્યુ કે, ક્ષત્રિય સમાજનું આંદોલન માત્ર રૂપાલા માફી માગે તે પૂરતું હતું જોકે સંકલન સમિતિ દ્વારા કોંગ્રેસને મત આપવાનું કહેવાયું હતું. ક્ષત્રિય સમાજનું આંદોલન માત્ર સંકલન સમિતિનું નથી. તેમણે કહ્યું કે, કરણી સેના અને ક્ષત્રિય સમાજે સાથે મળીને આંદોલન શરૂ કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.