બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / korba jungle asian palm civet found in a house in korba from its potty expensive coffee

OMG / છત્તીસગઢમાં મળેલા આ જાનવરની પૉટીમાંથી બને છે દુનિયાની સૌથી મોંઘી કૉફી, કિંમત જાણી ચોંકી જશો

Published By: Premal

Last Updated: 05:36 PM, 2 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયન પૉમ સિવેટ જેને કબર બિજ્જૂ પણ કહે છે, જેના મળમાંથી તૈયાર થતી કૉફીના એક કપની કિંમત લગભગ 6000 રૂપિયા છે. જાણકાર માને છે કે બિલાડીની જેમ દેખાતા આ પ્રાણીના આંતરડામાંથી પસાર થયા બાદ કૉફી બિન્સનો સ્વાદ વધુ શ્રેષ્ઠ થાય છે.

  • એશિયન પૉમ સિવેટ જેને કબર બિજ્જૂ પણ કહે છે
  • આ પ્રાણીની પૉટીમાંથી બને છે સૌથી મોંઘી કૉફી
  • છત્તીસગઢના ગામમાં ઘરની અંદર મળ્યું 

છત્તીસગઢના કોરબા જિલ્લામાં અજીબોગરીબ જીવ દેખાતા મચ્યો હડકંપ 

આ કૉફીને કોપી લુવાક નામથી જાણવામાં આવે છે. અમેરિકામાં તેનો એક સરેરાશ કપ લગભગ 6 હજાર રૂપિયામાં મળે છે. છત્તીસગઢના કોરબા જિલ્લાના કટઘોરા ક્ષેત્રના સુતર્રા ગામમાં અજીબોગરીબ જીવ દેખાતા હડકંપ મચ્યો છે. અહીંના એક મકાનમાં મધરાતે આ જીવનુ રેસ્ક્યુ કરવા માટે ટીમ પહોંચી તો તે પણ અચંબિત થઇ ગઇ. ખરેખર, ખૂબ જ ઓછા દેખાતા કબર બિજ્જૂ ઘરમાં છુપાઈને બેઠો હતો. મહત્વનું છે કે કબર બિજ્જૂ એ જ પ્રાણી છે, જેના મળમાંથી નિકળેલા કૉફી બીજમાંથી દુનિયાની સૌથી મોંઘી કૉફી બને છે. કબર બિજ્જૂને ઘરમાં ઘુસેલો જોઇને મકાન માલિકે તેની સુચના સર્પ મિત્ર જીતેન્દ્ર સારથીને આપી. ત્યારબાદ વન વિભાગની ટીમની સાથે કબર બિજ્જૂને રેસ્ક્યુ કરીને જંગલમાં છોડી દેવામાં આવ્યો. 

એશિયન પૉમ સિવેટ જેને કબર બિજ્જૂ પણ કહે છે

એશિયન પૉમ સિવેટ જેને કબર બિજ્જૂ પણ કહે છે, જેના મળમાંથી તૈયાર થતી કૉફીના એક કપની કિંમત લગભગ 6000 રૂપિયા છે. જાણકાર માને છે કે બિલાડીની જેમ દેખાતા આ પ્રાણીના આંતરડામાંથી પસાર થયા બાદ કૉફી બિન્સનો સ્વાદ વધુ શ્રેષ્ઠ થાય છે. આ કૉફીને કોપી લુવાક નામથી જાણવામાં આવે છે. અમેરિકામાં તેનો એક સરેરાશ કપ લગભગ 6 હજાર રૂપિયામાં મળે છે.

આ રીતે દેખાય છે આ અજીબોગરીબ જીવ

એશિયન પામ સિવેટનુ લાંબુ, સ્નાયુબદ્ધ શરીર મોટા અને ઘટાદાર વાળથી ઢકાયેલુ હોય છે. આ સામાન્ય રીતે ભૂરા રંગના હોય છે. જેના માથા પર એક સફેદ માસ્ક હોય છે, દરેક આંખની નીચે એક નાનો સફેદ ડાઘ, નાકની દરેક બાજુએ એક સફેદ ડાઘ અને આંખની વચ્ચે એક સંકીર્ણ કાળી રેખા હોય છે. શરીર પર કાળા નિશાનની ત્રણ પંક્તિઓ સાથે સાથે થૂથન, કાન, નિચેના પગ અને પૂંછડીનો અડધો ભાગ કાળો હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Asian Palm Civet Forest department Korba Jungle coffee Asian Palm Civet

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ