બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Kolkata High Court says teenage girls should control their fantacy for 2 minutes satisfaction

ચુકાદો / 2 મિનિટના સુખ વાળી યૌન ઈચ્છાઓને કંટ્રોલમાં રાખે છોકરીઓ: રેપ કેસમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે જુઓ શું કહ્યું

Vaidehi

Last Updated: 05:45 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૉક્સો એક્ટ અંતર્ગત નોંધાયેલ એક કેસની સુનાવણી કરતાં HCએ કહ્યું કે છોકારીઓએ 2 મિનીટનાં સુખ માટે પોતાની ઈચ્છાઓને નિયંત્રણમાં રાખવું. તો પરિવારે છોકરાઓને પણ મહિલાઓનું સમ્માન જાળવવાની શીખ આપવી જોઈએ.

  • કોલકત્તા કોર્ટમાં સગીર રેપ કેસનો મામલો
  • HCએ છોકરાને નિર્દોષ જાહેર કર્યો
  • કહ્યું છોકરીઓએ પોતાની ઈચ્છાને નિયંત્રણમાં રાખવું જોઈએ

કોલકત્તા હાઈકોર્ટે પૉક્સો એક્ટ અંતર્ગત નોંધાયેલ એક રેપ કેસની સુનાવણી કરતાં મહત્વની ટિપ્પણી આપી હતી. કોર્ટે કહ્યું કે છોકરીઓએ ક્ષણિક સુખ માટે પોતાની ઈચ્છાને નિયંત્રિત રાખવું જોઈએ. આ સાથે જ હાઈકોર્ટનાં જસ્ટિસે છોકરાઓને પણ છોકરીનું સમ્માન કરવાની સલાહ આપી છે. 

શું છે સમગ્ર મામલો?
કોર્ટે આ ટિપ્પણી એ કેસની સુનાવણી દરમિયાન કરી જેમાં સગીર સગીર છોકરો અને છોકરી વચ્ચે સહમતિથી યૌન સંબંધો બન્યાં હતાં. નીચલી કોર્ટમાં યુવકને દોષી ઠેરવવામાં આવ્યું હતું. જો કે HCએ યુવકને નિર્દોષ જાહેર કર્યો છે. યુવક એ યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો.  જસ્ટિસ ચિત્તરંજન દાસ અને પાર્થ સારથી સેનની પીઠે કહ્યું કે ટીનએજ છોકરીઓએ 2 મિનીટનાં સુખ માટે પોતાની યૌન ઈચ્છાઓને નિયંત્રણમાં રાખવું જોઈએ. ટીનએજ છોકરાઓએ છોકરીઓ-મહિલાઓ અને તેમની ગરિમાનું સમ્માન કરવું જોઈએ.

છોકરાઓને ઘરમાં મહિલાઓનું સમ્માન કરવાનું શીખવાડો:કોર્ટ
કોર્ટની તરફથી કહેવામાં આવ્યું કે ટીનએજ છોકરીઓએ પોતાની યૌન ઈચ્છાઓને નિયંત્રણમાં રાખવું જોઈએ જ્યારે છોકરાઓએ છોકરીઓની ગરિમા, આત્મ-સમ્માનની શીખ આપવી જોઈએ. કોર્ટે કહ્યું કે યુવા છોકરીઓ કે મહિલાઓનાં અધિકાર અને ઈચ્છાનું સમ્માન કરવું પુરુષોનું કર્તવ્ય છે. પરિવારે પોતાના બાળકોને મહિલાઓનાં આત્મ-મૂલ્ય, તેની ગરિમા અને ગોપનીયતાનું સમ્માન કરાવવાની શીખ આપવી જોઈએ કારણકે બાળક પહેલીવાર ઘરમાં સૌથી વધુ અને સૌથી પહેલા શીખે છે.

પૉક્સો એક્ટમાં ફેરફાર કરવાની સલાહ
હાઈકોર્ટે બાળકો પ્રતિ યૌન અપરાધોને રોકવા માટે બનાવવામાં આવેલા પૉક્સો એક્ટનાં નિયમોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. પૉક્સો એક્ટમાં 16 વર્ષથી વધારેની ઉંમરનાં છોકરા-છોકરીઓની વચ્ચે સહમતિથી સંબંધ બનાવવાને પણ અપરાધની શ્રેણીમાં રાખવામાં આવે છે. બેંચે 16 વર્ષથી વધારેની ઉંમરમાં સહમતિથી બનાવવામાં આવેલા રિલેશનને પૉક્સો એક્ટ અંતર્ગત અપરાધની શ્રેણીથી હટાવવાની સલાહ આપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ