બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Kohli's shocking revelation: Was supposed to retire years ago Dravid one decision changed everything

IPL 2023 / કોહલીનો શૉકિંગ ખુલાસો: વર્ષ પહેલા સંન્યાસ લેવાનો હતો... દ્રવિડના એક નિર્ણયથી બધુ બદલાઈ ગયું

Megha

Last Updated: 11:30 AM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીએ ગયા વર્ષે એશિયા કપ પહેલા બ્રેક લીધો હતો, આ અંગે મોટો ખુલાસો કરતાં કહ્યું કે 'હું બ્રેક બાદ પરત ફર્યો ત્યારે મને લાગતું હતું કે આ મારો કોમ્પિટિટિવ ક્રિકેટનો છેલ્લો મહિનો હોઈ શકે

  • વિરાટ કોહલીએ ગયા વર્ષે એશિયા કપ પહેલા બ્રેક લીધો હતો
  • એ સમયે કોહલી નિવૃત્તિનો વિચાર કરી રહ્યો હતો
  • હું ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો છું

IPL 2023માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને અત્યાર સુધી તેને 500થી વધુ રન બનાવ્યા છે. જણાવી દઈએ કે T20 લીગની 16મી સિઝનમાં તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેની છેલ્લી મેચમાં ધમાકેદાર સદી ફટકારી હતી અને તેને કારણે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોતેની પ્લેઓફની આશા યથાવત્ છે. નોંધનીય છે કે ટીમના 13 મેચમાં 14 પોઈન્ટ છે. ફાઇનલ મેચમાં તેનો મુકાબલો 21 મે, રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે થવાનો છે. 

એ સમયે કોહલી સંન્યાસ લેવાનો વિચાર કરી રહ્યો હતો
એ વાત આપણે બધા જાણીએ છીએ કે વિરાટ કોહલીએ ગયા વર્ષે એશિયા કપ પહેલા બ્રેક લીધો હતો અને હવે એક વર્ષ કરતાં વધુ સમય બાદ તેણે આ અંગે મોટો ખુલાસો કરતાં કહ્યું કે જ્યારે 'હું બ્રેક બાદ પરત ફરી રહ્યો હતો ત્યારે મને પણ લાગતું હતું કે આ મારો કોમ્પિટિટિવ ક્રિકેટનો છેલ્લો મહિનો હોઈ શકે છે.' આ વાત પરથી એ સાબિત થાય છે કે એ સમયે કોહલી નિવૃત્તિનો વિચાર કરી રહ્યો હતો. જે બાદ અફઘાનિસ્તાન સામે ઓપનિંગને લઈને તેણે ખુલાસો કર્યો કે કોચ રાહુલ દ્રવિડે મને મેચના એક દિવસ પહેલા પૂછ્યું હતું કે શું આવતીકાલે ઓપનિંગ કરવા માંગો છો. મેં કહ્યું 100 ટકા. 

હું ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો છું
વિરાટ કોહલીએ આ વિશે વાત કરતાં કહ્યું કે 'આ તક મારા માટે સારી હતી. મેં ઓપનિંગ કર્યું અને બોલ મારવાનું શરૂ કર્યું. અહીંથી મારા માટે બધું બરાબર ચાલ્યું અને મને ફરીથી તે ઉત્સાહ મળ્યો. તે માત્ર એટલા માટે થયું કારણ કે હું મારા વિશે ક્યારેય અસુરક્ષિત નહોતો. હું પોતે ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો છું અને આ માટે મારી મહેનત સતત ચાલુ હતી. અંતે, મને આમાં સફળતા પણ મળી. '

ટીમ માટે શું મારા 70 રન પૂરતા ન હતા?
આગળ વિરાટ કોહલીએ કહ્યું કે, 'ખરાબ તબક્કામાંથી બહાર આવવા માટે મેં બ્રેક લીધો હતો. કોરોનાનો સમય કોઈપણ માટે ખૂબ જ મુશ્કેલ હતો. મેં પણ આ કારણોસર બ્રેક લીધો અને મને જે જોઈતું હતું તે પાછું મેળવ્યું. કોરોનાને કારણે અમે 10 મહિના સુધી કોઈ ક્રિકેટ રમી શક્યા નહીં. 2020માં મેં માત્ર 6 મેચ રમી હતી. આ પછી પણ મારી સદીની જ વાત કરવામાં આવી રહી હતી. તે સમયે દરેક મેચ પછી મને મારા ખરાબ પ્રદર્શન વિશે પૂછવામાં આવતું હતું. શું મારા 70 રન પૂરતા ન હતા? એ બાદ હું સમજી ગયો કે લોકો મારી પાસેથી શું અપેક્ષા રાખે છે અને બસ એ જ કારણોસર આ પ્રશ્નો વારંવાર પૂછવામાં આવતા હતા. પણ મેં આ વિશે હું વધુ પરેશાન ન થયો અને અને વિચારી રહ્યો હતો કે અત્યારે હું ટીમ માટે યોગદાન આપી રહ્યો છું. 

જણાવી દઈએ કે IPL 2023ની વાત કરીએ તો વિરાટ કોહલીએ અત્યાર સુધી 13 મેચમાં 45ની એવરેજથી 538 રન બનાવ્યા છે. સ્ટ્રાઈક રેટ 136 છે. તેણે એક સદી અને 6 અડધી સદી ફટકારી છે. આ સાથે જ T20માં તેને 7 સદી ફટકારી છે. તે ભારત તરફથી T20માં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી છે. કેએલ રાહુલ અને રોહિત શર્માએ 6-6 સદી ફટકારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ