ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / kohli ask bcci for break in january may not play odi

ક્રિકેટ / IND vs SA : વિરાટ કોહલી આગામી વન ડે શ્રેણીમાંથી થઈ શકે છે બહાર, BCCI ને લખ્યો પત્ર

Published By: Kavan

Last Updated: 11:56 AM, 14 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા (SA) સામેની ODI શ્રેણીમાં રમતા જોવા મળશે નહીં.

ADVERTISEMENT

  • વિરાટ કોહલી આગામી વન ડે શ્રેણીમાંથી થઈ શકે છે બહાર
  • BCCI ને લખ્યો પત્ર
  • પરિવાર સાથે સમય પસાર કરવા માગતો હોવાની કરી વાત

કોહલીએ પોતાના અંગત કારણોસર જાન્યુઆરીમાં BCCIમાંથી બ્રેક માંગ્યો છે. જો તેની આ માંગણી સ્વીકારવામાં આવે તો વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી શકે છે. 

મોટા ખેલાડીઓ વગર આગામી શ્રેણીમાં ઉતરશે ઈન્ડિયા? 

આ પહેલા સોમવારે બીસીસીઆઈએ જણાવ્યું હતું કે રોહિત શર્મા ઈજાગ્રસ્ત છે અને તે ટેસ્ટ શ્રેણીમાં નહીં રમે. ભારતીય ટીમને આગામી શ્રેણીમાં આ ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરવું પડી શકે છે.

કોહલી પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે

બીસીસીઆઈના સૂત્રોએ એક સમાચાર એજન્સીને જણાવ્યું કે વિરાટ કોહલી જાન્યુઆરીમાં પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે અને તેથી તેણે બીસીસીઆઈ પાસેથી બ્રેક માંગ્યો છે. આનો સીધો મતલબ એ છે કે તે ODI શ્રેણીમાં રમી શકશે નહીં. કોહલીની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

રોહિત વનડેની કમાન સંભાળશે

BCCIએ હાલમાં જ વિરાટ કોહલીને ODIની કેપ્ટનશિપ પરથી હટાવી દીધો હતો, ત્યારબાદ રોહિતને ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. રોહિત દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં વનડે ટીમનું નેતૃત્વ કરશે. હાલમાં, BCCIએ આફ્રિકા પ્રવાસ માટે ODI ટીમની જાહેરાત કરી નથી. આવી સ્થિતિમાં વિરાટ કોહલીની જગ્યાએ કયા ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવશે તે જોવું રસપ્રદ રહેશે. જો કે, ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં આ સમયે ઘણા યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેમાંથી કેટલાકને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટેની વનડે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ત્રણ મેચની વનડે શ્રેણી 22 જાન્યુઆરીથી રમાશે.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI IND vs SA ODI Series 2021 India's tour of South Africa દક્ષિણ આફ્રિકા વિરાટ કોહલી Virat Kohli

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ