બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / koffee with karan season 8 sunny deol bobby deol talk about nepotism

મનોરંજન / લોકોને સ્ટાર કિડ્સને જોઈને તકલીફ કેમ થાય છે...., કૉફી વિથ કરણમાં નેપોટિઝમ પર બોલ્યા સની-બોબી દેઓલ

Arohi

Last Updated: 04:17 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Koffee With Karan Season 8: બોલિવુડમાં છેલ્લા થોડા સમયથી નેપોટિઝમના મુદ્દા પર જંગ છેડાયેલી છે. ઈન સાઈડર અને આઉટ સાઈડર એક બીજા પર નિવેદન કરતા જોવા મળે છે. મેટાભાગે સ્ટાર્સને આ મુદ્દાઓ પર વાત કરતા જોવામાં આવ્યા છે.

  • કૉફી વિથ કરણમાં આવ્યા બોબી-સની દેઓલ 
  • નેપોટિઝમના મુદ્દા પર કરી વાત 
  • કહ્યું લોકોને સ્ટાર કિડ્સને જોઈને...

ફિલ્મ મેકર કરણ જોહરના ફેમસ સેલિબ્રિટિ ટોક શૉ 'કૉફી વિથ કરણ'ની સીઝન 8ની ધમાકેદાર શરૂઆત થઈ ચુકી છે. શૉ વખતે કરણ સ્ટાર્સ પાસે તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને વાત કરે છે. ડિઝ્ની પ્લસ હોટસ્ટારના આ શૉમાં ઘણી વખત સેલિબ્રિટી પોતાના સીક્રેટ રિવીલ કરે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

હાલમાં 'કૉફી વિથ કરણ 8'ના પહેલા એપિસોડમાં રણવીર દીપિકા આવ્યા હતા. આ એપિસોડ ખૂબ જ ચર્ચામાં રહ્યો. હવે તેના બીજા એપિસોડમાં દેઓલ બ્રદર્સ જોવા મળશે. કરણના શૉમાં આ વખતે સની દેઓલ અને બોબી દેઓલ ગેસ્ટ બનીને પહોંચ્યા. એવામાં બન્નેએ પોતાની લાઈફની સાથે ફિલ્મો પર પણ ખુલીને વાત કરી. એવામાં સની અને બોબીએ હાલના સૌથી મોટા મુદ્દા નેપોટિઝમ પર રિએક્ટ કર્યું. 

નેપોટિઝમને લઈને બોલ્યા સની અને બોબી
કરણ જોહરે જ્યારે સની દેઓલ અને બોબી દેઓલને ભાઈ-ભત્રીજા વિવાદને લઈને સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું, "હું એ તારણ પર પહોંચી ગયો છું કે આ બધુ બકવાસ છે. લોકોને સ્ટાર કિડ્સથી સમસ્યા કેમ થાય છે. લોકો પોતાનો ગુસ્સો કાઢવા માટે નેપોટિઝ્મ જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. કોઈને પણ સક્સેસ તેની પ્રતિભાના કારણે જ મળે છે. કોઈ બીજી વસ્તુઓના કારણે નહીં."

ભાઈના માટે સનીએ કહી આ વાત 
તેના બાદ સીનએ પોતાના ભાઈ બોબી દેઓલનું ઉદાહરણ આપતા કહ્યું, "હું અને બોબીએ આજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે જગ્યા મેળવી છે તે પોતાના ટેલેન્ટ અને યોગ્યતાના દમ પર મેળવી છે." જોકે સનીએ એ વાતનો પણ સ્વીકાર કર્યો કે ઈન્ડસ્ટ્રીમાં તેમની એન્ટ્રી તેમના પિતા ધર્મેન્દ્રના કારણે થઈ હતી. 

તેમનું કહેવું છે કે પેરેન્ટ્સનું તેમના બાળકોને રસ્તો બતાવવો સામાન્ય વાત છે. તેને ફેમિલી સપોર્ટનો એક સ્વાભાવિક પાસુ માને છે. બોબીએ આગળ કહ્યું કે અમે આ વાત માટે બ્લેસ્ડ છીએકે અમે ધર્મેન્દ્રના ઘરમાં જન્મ લીધો પરંતુ સ્ટારકિડ હોવુ સફળતાની ગેરેન્ટી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ