બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Koffee With Karan 7: Varun Dhawan doesn't want to work with Deepika and Katrina,

મનોરંજન / તમારી જવાનીનું રાજ શું છે? અનિલ કપૂરે કહ્યું- સંભોગ, કોફી વિથ કરનમાં ખૂલ્યા પરદા પાછળનાં રાજ

Megha

Last Updated: 03:31 PM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'કોફી વિથ કરણ'ના આવનાર એપિસોડમાં અનિલ કપૂર અને વરુણ ધવન આવશે, વાતચીતમાં વરુણ ધવન એમ કહેતા સંભળાયો હતો કે તે કેટરિના અને દીપિકા સાથે કામ કરવા નથી માંગતો .

  • કેટરિના અને દીપિકા સાથે નથી કરવા માંગતો વરુણ 
  • વરુણ કરતાં મોટી લાગે છે કેટરીના અને દિપીકા 
  • અનિલ કપૂર અને વરુણ ધવને પહેલી વખત એક સાથે કર્યું હતું કામ

કરણ જોહરના લોકપ્રિય ચેટ શો 'કોફી વિથ કરણ'ના આવનાર એપિસોડમાં અનિલ કપૂર અને વરુણ ધવન આવવા જઈ રહ્યા છે, આજે એ એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. રિલીઝ થયેલ પ્રોમોમાં જોવા મળી રહ્યું છે કે અનિલ કપૂર અને વરુણ ધવન કોફી વિથ કરણના સોફા પર બેસીને કરણ જોહર સાથે વાતો અને મસ્તી કરી રહ્યા હતા. આ સાથે જ વરુણ ધવન એમ કહેતા સંભળાયો હતો કે તે કેટરિના અને દીપિકા સાથે કામ કરવા માંગતો નથી. જો કે અભિનેતાએ તેનું કારણ પણ જણાવ્યું છે. વરુણ ઘવનનું કહેવું છે કે કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણ તેના કરતા મોટી લાગે છે. તમને જણાવી દઈએ કે કેટરીના 39 વર્ષની છે અને દીપિકા પાદુકોણ 36 વર્ષની છે પણ વરુણની ઉંમર એ 35 વર્ષ તો છે. 

વરુણ કરતાં મોટી લાગે છે કેટરીના અને દિપીકા 
રિલીઝ થયેલ 48 સેકન્ડના પ્રોમો વીડિયોમાં કરણ જોહર વરુણ ધવનને એમ પૂછતાં દેખાય છે કે, "દીપિકા કે કેટરિના કોની સાથે કામ કરવાનું પસંદ કરીશ' આ પ્રશ્નનો જવાબ આપતા વરુણ કહે છે કે 'મને હંમેશા લોકો એમ કહે છે કે હું બાળક જેવો દેખાઉં છું' આ સાંભળીને કારણ મજાક કરતાં બોલે છે કે, 'તમે કહો છો કે કેટરિના અને દીપિકા તમારા કરતા નાની દેખાય છે? તો વરુણ વળતો જવાબ આપે છે કે, ' ના, હું તેના કરતા નાનો દેખાઉં છું.'  આ સાંભળીને કરણ ફરી મસ્તી કરતાં બોલ્યો હતો કે, 'તેનો મતલબ કે કેટરિના અને દીપિકા તમારા કરતા મોટી દેખાય છે..?' વરુણ પ્રશ્નથી બચતા બોલે છે કે, 'હું એવું નથી કહી રહ્યો પણ તમે કહો છો.' 

વરુણએ અર્જુન કપૂરનો પણ બનાવ્યો મજાક 
પ્રોમોમાં આગળ એવું જોવા મળે છે કે, કારણ જોહર વરુણને પૂછે છે કે એવું કોણ છે જેને સેલ્ફી લેવી પસંદ છે વરુણ કહે છે અર્જુન કપૂર, આગળ પૂછે છે કે  એવું કોણ છે જે સૌથી વધુ ગોસિપ કરે છે, તેનો જવાબ આપતા વરુણ ફરી બોલ્યો 'અર્જુન કપૂર'. કરણે ત્રીજો પ્રશ્ન પૂછ્યો,એવું કોણ છે જે સૌથી રંગીન સ્ક્રિપ્ટ પસંદ કરે છે અને ફરી આ પ્રશ્નનો જવાબ વરુણે  'અર્જુન કપૂર' આપ્યો હતો.. આ પછી છેલ્લો પ્રશ્ન એમ હતો કે, એવું કોણ છે જે અજાણી કોઈ પણ છોકરી સાથે ફ્લર્ટ કરવા લાગે છે.. તેનો જવાબ પણ વરુણ ધવને 'અર્જુન કપૂર' જ આપ્યો હતો. એ પછી અનિલ કપૂર વચ્ચે આવતા બોલ્યા હતા કે, 'બસ કરો તમે લોકો, મારો ભત્રીજો છે..' 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

અનિલ કપૂર અને વરુણ ધવને પહેલી વખત એક સાથે કામ કર્યું હતું 
આ આવનાર એપિસોડનો પ્રોમો જોયા પછી એવું લાગે છે કે ત્રણેયને ખૂબ જ મજા આવી છે અને લોકોને આ એપિસોડ જોવામાં પણ એટલી જ મજા આવશે. જણાવી દઈએ કે થોડા સમય પેહલા જ રિલીઝ થયેલી ફિલ્મ જુગ જુગ જિયોમાં વરુણ ધવને પહેલીવાર અનિલ કપૂર સાથે સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મમાં વરુણ ધવન અનિલ કપૂરના પુત્રના રોલમાં દેખાયો હતો. આ બંને સિવાય નીતુ કપૂર અને કિયારા અડવાણી પણ લીડ રોલમાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ