ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / know why Lata Mangeshkar was given slow poison for a year

બોલિવૂડ / જ્યારે લતા મંગેશકરને ઝેર આપીને મારવાની થઈ હતી કોશિશ, જાણો કોણ હતું આ પાછળ

Published By: Noor

Last Updated: 12:01 PM, 14 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની કોકિલ કંઠી લતા મંગેશકર જે સ્થાને છે, તેની બરાબરી કદાચ જ કોઈ અન્ય સિંગર કરી શકશે. નાનપણથી જ સંગીતને પોતાનું જીવન સમર્પિત કરનાર લતાજીની શરૂઆત ભલે સામાન્ય રહી હોય, પણ તેમણે જે સિદ્ધિ મેળવી છે તે કદાચ જ કોઈ અન્ય ફીમેલ સિંગર હાંસલ કરી શકશે. પણ શું તમે જાઓ છો કે એક સમય એવો પણ હતો જ્યારે લતાજીને મારવાની કોશિશ કરવામાં આવી હતી. જી હાં, જેના વિશે અમે તમને જણાવી રહ્યાં છે.

ADVERTISEMENT

  • લતાજીને સવારે ઉઠતાં પેટમાં દુખાવો ઉપડ્યો
  • ઘટના પછી ઘરનો કૂક ગાયબ થઈ ગયો
  • લતાજીની બહેને રસોઈની કમાન સંભાળી

સવારે ઉઠતાં પેટમાં દુખાવો ઉપડ્યો

સફળતાની ટોચે પહોંચનાર લતાજીને કદાચ ખબર પણ નહીં હોય કે જીવનમાં એક સમય એવો પણ આવશે જ્યારે તેમને મારી નાખવાની કોશિશ કરવામાં આવશે. લતાજી જ્યારે 33 વર્ષના હતા ત્યારે એક દિવસ તેમને સવારે ઉઠતાં જ પેટમાં જબરદસ્ત દુખાવો ઉપડ્યો અને તેઓ હલી પણ નહોતા શકતા એવી હાલત થઈ ગઈ હતી.

ડોક્ટરે કહ્યું તેમને ઝેર અપાયું છે

થોડી જ વારમાં લતાજીને લીલાં કલરની ઊલ્ટીઓ થવાનું શરૂ થઈ ગયું અને તેમને શરીરમાં ધ્રૂજારી થવા લાગી. ત્યારબાદ ડોક્ટર આવ્યા અને તેમને દવા આપી અને તપાસમાં ખબર પડી કે તેમને ઝેર આપવામાં આવ્યું છે. જોકે, આ વાતની પુષ્ટિ થઈ શકી નહોતી કે ઝેર કોણે આપ્યું હતું. પણ એવું કહેવાય છે કે જે દિવસે આ બધું થયું તે દિવસથી જ તેમનો કૂક અચાનક ઘરમાંથી ગાયબ થઈ ગયો હતો અને તેણે પગાર પણ લીધો નહોતો. 

લતા મંગેશકરની બહેને સંભાળી રસોઈ

આ ઘટના પછી લતાજીનો પરિવાર ચિંતામાં આવી ગયો હતો અને હવે તેઓ કોઈ ઉપર ભરોસો કરી શકે એવું નહોતું. જેથી લતાજીની નાની બહેન ઉષા મંગેશકરે રસોઈની કમાન સંભાળી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Health Lata mangeshkar Slow Poison Update લતા મંગેશકર સ્લો પોઈઝન Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ