બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / know who was paundrak know about most dangerous enemy of krishna janmashtami 2021

ધર્મ / આ હતા ભગવાન શ્રીકૃષ્ણના સૌથી મોટા 5 દુશ્મનો, રાજા પૌંડ્રકની વાર્તા છે રસપ્રદ

Arohi

Last Updated: 03:31 PM, 30 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીકૃષ્ણને વિષ્ણુના આઠમાં અવતાર માનવામાં આવે છે.

  • ભગવાન કૃષ્ણના દુશ્મનો વિશે જાણો 
  • કૃષ્ણના 5 સૌથી મોટા દુશ્મનો
  • જાણો રાજા પૌંડ્રકની કહાણી 

ભગવાન કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં રોહિણી નક્ષત્રમાં ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પર થયો હતો. શ્રીકૃષ્ણને વિષ્ણુના આઠમાં અવતાર માનવામાં આવે છે. દ્વાપર યુગમાં કંસને કૃષ્ણના સૌથી મોટા દુશ્મન માનવામાં આવે છે. પરંતુ તમને જણાકારી નહીં હોય કે દુશ્મનોની લિસ્ટમાં બહુરૂપી પૌન્ડ્રક સહિત ઘણા દુશ્મનો હતો. આવો જનમાષ્ટમીના આ શુભ દિવસ પર તમને કૃષ્ણના 5 સૌથી મોટા દુશ્મનો વિશે જણાવીએ. 

કંસ
શ્રી કૃષ્ણના માતા દેવકીના ભાઈ કંસ શ્રી કૃષ્ણના સૌથી મોટા દુશ્મન હતા. કંસને પોતાની બહેનના પ્રત્યે લગાવ હતો પરંતુ જ્યારે ભવિષ્યવાણી થઈ કે દેવકીના ગર્ભથી પેદા થનાર બાળક જ કંસનું વધ કરશે તેણે પહેલા સાત બાળકોની હત્યા કરી નાખી હતી. જ્યારે કૃષ્ણનો જન્મ થયો તો પિતા વાસદેવ તેમને મથુરામાં યશોદાના ત્યાં મુકી આવ્યા હતા. કંસને તેની જાણ ન હતી. આગળ ચાલીને ભગવાન શ્રી કૃષ્ણ જ કંસના મોતનું કારણ બન્યા હતા. 

જરાસંધ
કંસના મોત બાદ તેમના સસરા જરાસંધ કૃષ્ણના દુશ્મન બની ગયા. જરાસંધ બૃહદ્રથ નામના રાજાના પુત્ર હતા.  શ્રી કૃષ્ણે જરાંધનું વધ કરવા માટે ભીમ અને અર્જુનની સહાયતા લીધી. ત્રણેવ ભેષ બદલીને જરાસંધની પાસે પહોંચ્યા. પરંતુ તેમને આ ઢોંગ વિશે જાણ થઈ ગઈ. અંતમાં ભીમને તેમને કુશ્તી માટે પડકાર આપ્યો. ભીમને ખબર હતી કે જરાસંધને હરાવવું એટલું સરળ ન હતું. શ્રી કૃષ્ણએ જેવું એક તણખલાના બે ભાગ કરીને તેમને અલગ અલગ દિશાઓમાં ફેક્યા ભીમ તેમનો ઈશારો સમજી ગયા અને તેમણે જરાસંધને વચ્ચેથી ચીરીને તેના શરીરના બન્ને ભાગોને અલગ અલગ દિશાઓમાં ફેંકી દીધા. 

કાલયવન 
કાલયવનની સેનાએ મથુરાને ઘેરી લીધી હતી. ત્યારે જ શ્રી કૃષ્ણએ તેને સંદેશ મોકલ્યો કે યુદ્ધ ફક્ત શ્રી કૃષ્ણ અને કાલયવનમાં થશે. કાલયવનને તેનો સ્વીકાર કરી લીધો. કાલયવને શિવનું વરદાન હતું માટે તેમને કોઈ મારી ન હતું શકતું. યુદ્ધ વખતે શ્રીકૃષ્ણ મેદાન છોડીને ભાગી ગયા હતા અને કાલયવન તેમની પાછળ એક ગુફામાં જતા રહ્યા હતા. ગુફામાં સુઈ રહેલા રાજા મુચુકુંદને કૃષ્ણે પોતાના પોશાકથી ઠગી લીધા. કાલયવને જેવું મુચુકુંદને કૃષ્ણ સમજીને ઉઠાવ્યા તો તેમની નજર પડતાની સાથે જ તે ભસ્મ થઈ ગયા. મુચુકુંદને વરદાન મળ્યું હતું કે કે જ્યારે પણ કોઈ તેને ઉંઘમાંછી જગાવશે તેની નજર જેના પર પડશે તે ભસ્મ થઈ જશે. 

શિશુપાલ 
શિશુપાલ  3 જન્મોથી શ્રી કૃષ્ણ સાથે વેર ભાઈ રાખતા હતા. એક યજ્ઞમાં દરેક રાજાઓને બોલાવવામાં આવ્યા હતા. આ યજ્ઞ શ્રી કૃષ્ણ અને પાંડવોની વચ્ચે રાખવામાં આવ્યું હતું. યજ્ઞ વખતે શિશુપાલ શ્રી  કૃષ્ણને અપમાનિત કરવા લાગ્યા. આ સાંભળીને પાંડવ ગુસ્સામાં આવી ગયા અને તેમને મારવા માટે ઉભા થઈ ગયા. કૃષ્ણે તેમને શાંત કર્યા અને યજ્ઞ કરવા માટે કર્યું. 

શ્રી કૃષ્ણે શિશુપાલને કહ્યું કે તેમણે 100 અપમાનજનક શબ્દો સાંભળવાનું પ્રણ લીધુ છે અને હવે તે પુરુ થઈ ચુક્યું છે. શાંત બેસો તેમાં જ તમારી ભલાઈ છે. જ્યાર બાદ શિશુપાલે જેવા અપશબ્દો કહ્યા શ્રી કૃષ્ણએ પોતાનું સુદર્શન ચક્ર ચલાવીને શિશુપાલનું માથુ ધડથી અલગ કરી દીધું. 

પૌંડ્રક
પોતાને શ્રી કૃષ્ણ કહેનારા રાજા પૌંડ્રકની કહાણી ખૂબ જ રસપ્રદ છે. નકલી સુદર્શન ચક્ર, શંખ, તલવાર, મોર મુકુટ, કૌસ્તુભ મણિ, પીળા વસ્ત્રો પહેરીને તે પોતાને કૃષ્ણ ગણાવતા હતા. પૌંડ્રકની દરેક ભુલ માટે લોકો શ્રીકૃષ્ણને જવાબદાર ગણતા હતા. માટે પૌંડ્રકને શ્રીકૃષ્ણને યુદ્ધ માટે પડકાર આપી દીધો. ત્યાર બાદ યુદ્ધ થયું અને પૌંડ્રકનું વધ કરી શ્રીકૃષ્ણ પુનઃ દ્વારકા જતા રહ્યા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ