બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / આરોગ્ય / know the meaning of physical relation intimate in a dream

સપનામાં સેક્સ / કેમ આવે છે સેક્સવાળા સપના? પોતે કે બીજાને સેક્સ માણતા જોવાનો શું અર્થ? ઘણું બધું કહી જાય છે

Hiralal

Last Updated: 08:43 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સપનામાં પોતાની જાતને કે બીજા કોઈને સેક્સ માણતા જોવાનો શું અર્થ હોઈ શકે તેને લઈને સ્વપ્ન વિજ્ઞાનમાં વિસ્તારથી વાત કરવામાં આવી છે.

  • ઘણા લોકોને આવતા હોય છે સેક્સના સપના
  • સેક્સના સપના આવવા સંબંધો સારા હોવાની નિશાની
  • સ્વપ્ન વિજ્ઞાનમાં સેક્સના સપનાનો પણ અર્થ કહેવાયો છે 

સપના સામાન્ય રીતે દરેક વ્યક્તિ જોતા હોય છે. કેટલાક સપના આપણને ચિંતા કરાવી જાય તેવા હોય છે જ્યારે કેટલાક આપણે સુખનો અનુભવ કરાવે છે પરંતુ સપનામાં તમે જે જોયું હોય તેવું જ જીવનમાં પણ બનશે તે જરુરી નથી. સપના તો જાતજાતના હોય છે પરંતુ ક્યારેક ખ્યાલ આવ્યો કે સપનામાં પોતાની જાતને કે બીજા કોઈને સેક્સ માણતા જોવાનો શું અર્થ હોઈ શકે? નહીં તો આવો જાણીએ. 

સપનામાં જીવનસાથી સાથે રિલેશનનો શું અર્થ 
સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિ સપનામાં પોતાના જીવનસાથી કે લવ પાર્ટનર સાથે સેક્સ કરે છે તો તેના બે અલગ-અલગ અર્થ હોઇ શકે છે, કાં તો તમારો સંબંધ ઘણો સારો છે અને તમારું લગ્ન જીવન ખૂબ જ સુખી થવાનું છે.

ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ સાથે
સ્વપ્નમાં જો તમે તમારી એક્સ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે સેક્સ માણવાના સપના જોતા હોવ તો જો તમે અપરિણીત છો તો તમે લગ્ન કરી શકો છો. તેમજ આવનારા દિવસોમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. ત્યાં જ અટકેલું કામ થઈ શકે છે.

સપનામાં હોઠ પર કિસ કરવી
સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો સપનામાં તમે ખુદને કોઈ બીજાના હોઠને કિસ કરતા જુઓ છો તો તે શુભ સંકેત છે. વળી, તેનો અર્થ એ છે કે આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધી શકે છે. સાથે જ સંબંધોમાં તમારી કમિટમેન્ટ પણ બતાવે છે. સપનામાં કોઇના હોઠને કિસ કરવાનો અર્થ એ છે કે આવનારા સમયમાં તે વ્યક્તિ સાથે તેના સંબંધની પુષ્ટિ થઇ શકે છે. એવી પણ સંભાવનાઓ હોઈ શકે છે કે તમે કોઈ નવા સંબંધમાં પ્રવેશ કરી રહ્યા છો અથવા જો તમે અપરિણીત છો તો તમને કોઈ રિલેશનશિપ પ્રપોઝલ મળી શકે. 

સપનામાં કોઈને ગાલ પર કિસ કરવી
સપનામાં જો તમે કોઇના ગાલ પર કિસ કરો છો કે કોઇ તમારા ગાલ પર કિસ કરે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે. તેનો અર્થ એ છે કે તમે તે વ્યક્તિને પ્રેમ કરો છો જેણે તમારા ગાલ પર ચુંબન કર્યું હતું. ઉપરાંત, તમને તેમની રીતભાત અને વાતચીતની વર્તણૂક ગમે છે. સપનામાં કોઈના ગાલ પર કિસ કરવાથી તેના પ્રત્યે મિત્રતા, આસક્તિ, સન્માન અને સારું વર્તન જોવા મળે છે. જો તમારા લગ્ન થઈ ગયા હોય તો જીવનસાથી સાથે તમારો સંબંધ સારો રહેવાનો છે તે દર્શાવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ