બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Know the effects of Surya and Chandra Grahan Yog

સંયોગ / ગ્રહણ યોગ કોને કહેવાય? સૂર્ય અને ચંદ્ર ગ્રહણની ખરાબ અસરને દૂર કરવા કરો આ ખાસ ઉપાય

Published By: Noor

Last Updated: 11:55 AM, 25 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષશાસ્ત્રમાં બે ગ્રહ પ્રકાશમય માનવામાં આવે છે. સૂર્ય અને ચંદ્ર. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય-રાહુ અને ચંદ્ર-રાહુની યુતિથી ગ્રહણ યોગ બને છે. જે જાતકોની જન્મકુંડળી સૂર્ય-રાહુ કે ચંદ્ર-રાહુ સાથે હોય કે સૂર્ય-કેતુ કે ચંદ્ર-કેતુ સાથે હોય તો ગ્રહણયોગ બને છે.

સૂર્ય ગ્રહણ યોગ અને ચંદ્ર ગ્રહણ યોગ એમ બંનેનો પ્રભાવ સાવ અલગ-અલગ હોય છે. ગ્રહણ યોગ હોવાથી જીવનની શુભતા પર પણ ગ્રહણ લાગી છે અને ઘણા જાતકોને તેની ખરાબ અસર થાય છે. જેનાથી બચવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ.

સૂર્ય ગ્રહણ યોગ

  • સૂર્ય અને રાહુનો સંયોગ ગ્રહણ યોગ બનાવે છે. 
  • સૂર્ય ગ્રહણ યોગ વ્યક્તિના નામ અને યશ પર અસર કરે છે.
  • સૂર્ય ગ્રહણ હોવા પર વ્યક્તિના જીવનમાં ઘણી બાધાઓ આવે છે. 
  • આ સિવાય વ્યક્તિને ઘણીવાર નિષ્ફળતાનો પણ સામનો કરવો પડે છે.
  • આ ગ્રહણ યોગ શિક્ષણ અને સંતાન પ્રાપ્તિમાં પણ સમસ્યા પેદા કરે છે. 

સૂર્ય ગ્રહણ યોગ થવા પર શું કરવું?

  • દરરોજ સવારે સૂર્યમે જળ ચડાવો.
  • સવારે "ઓમ આદિત્યાય નમઃ" નો જાપ કરો.
  • લાલ ચંદનનો તિલક લગાવો.
  • શક્ય હોય તો લાલ ચંદનની માળા અથવા એક મુખી રુદ્રાક્ષ ધારણ કરો. 
  • નિયમિત રીતે ગોળનું સેવન કરો. 
  • પિતા સાથે સારા સંબંધ જાળવવાનો પ્રયાસ કરો.

ચંદ્ર ગ્રહણ યોગ

  • ચંદ્ર અને રાહુનો સંયોગ ગ્રહણ યોગ બનાવે છે. 
  • આ ગ્રહણથી વ્યક્તિને કાલ્પનિક અને માનસિક સમસ્યાઓ થઈ જાય છે.
  • વ્યક્તિ બીમારીઓથી ઘેરાવા લાગે છે.
  • ખરાબ સપના આવે છે અને અનિદ્રાની સમસ્યા થવા લાગે છે. 
  • લગ્નજીવનમાં શંકા પેદા થઈ જાય છે.

ચંદ્ર ગ્રહણ યોગ થવા પર શું કરવું?

  • નિયમિત રીતે શિવની ઉપાસના કરવી.
  • સોમવારે શિવજીને જળ અર્પણ કરો. આ દિવસે ખીર અવશ્ય ખાઓ. 
  • પૂનમના દિવસ જળ ગ્રહણ કરીને ઉપવાસ રાખો. 
  • સફેદ ચંદનનો ટુકડો આસમાની દોરાથી બાંધીને ગળામાં ધારણ કરો. 
  • નિષ્ણાંતની સલાહ લઈને પન્ના ધારણ કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

Chandra Grahan Effects of Grahan Grahan Yog surya grahan ચંદ્ર ગ્રહણ સૂર્ય ગ્રહણ sanyog

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ