know the 5 places to do pre wedding photoshoot in gujarat
તમારા કામનું /
રૂ.70 હજારમાં પ્રી-વૅડિંગ શૂટ માટે ગુજરાતની 5 ગજબ જગ્યા, વિદેશોને આપે છે ટક્કર
Team VTV12:08 PM, 25 Aug 22
| Updated: 01:19 PM, 25 Aug 22
ગુજરાતમાં પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવવા માટે 5 સ્વર્ગ સમાન જગ્યાઓ છે. જાણો કઈ કઈ છે આ જગ્યાઓ
ગુજરાતમાં છે પ્રી વેડિંગ શૂટ કરાવવા માટેની એકઠી ચઢિયાતી એક જગ્યાઓ
કચ્છનું સફેદ રણ તો વિદેશીઓને પણ પ્રિય છે
બીચ અને ડુંગરા સહિત 5 સ્થળો પ્રી વેડિંગ શૂટ માટે બેસ્ટ ગણાય છે
1. નારગોલ બીચ
સૂરતથી 150 કિલોમીટર દૂર અને વલસાડ નજીક આવેલા ઉમરગામ પાસે આવેલ નારગોલ બીચ. એકબાજુ દરિયાની અફાળ જળરાશી અને બીજી બાજુ વૃક્ષોનું જંગલ. આ કોઈ ફિલ્મી લોકેશન કરતાં ઓછું નથી. આ નાનકડું વન જ આ બીચને અન્ય બીચ કરતાં અલગ પાડે છે અને અહીં લોકોની અવરજવર પણ ઓછી છે. આ બીચનો સન્સેટ વ્યૂ ખૂબ જ સુંદર છે.
ખર્ચ (8 થી 10 સભ્યો માટે)
કુલ ખર્ચ : આશરે 80 હજારથી 1.10 લાખ
2. કડિયા ધ્રો
કચ્છનાં નખત્રાણાથી 40 કિલોમીટર દૂર છે. આ જગ્યા અમેરિકાનાં ગ્રાન્ડ કેનિયં નેશનલ પાર્કને મળતી આવે છે. એટલે હવે ફોરેનમાં પ્રી વેડિંગ શૂટનું સપનું પણ પૂરું થઈ જશે. આ જગ્યાનું સૌંદર્ય તેને બીજી જગ્યા કરતાં અલગ પડે છે. અહીં આવેલા પર્વતને સાત શિખરો છે, તેથી તેને લોકો મહાભારતનાં શિખર તરીકે ઓળખે છે. ચોમાસામાં અહીં જવું થોડું જોખમી છે.
ખર્ચ
કુલ ખર્ચ : આશરે 80 હજારથી 1.10 લાખ
3. જદૂરાના ડુંગર
આ સ્થળ ખુલ્લા આકાશ નીચે પ્રી વેડિંગ શૂટ કરાવવા માટેની બેસ્ટ જગ્યા છે. આ સ્થળ ભૂજથી માત્ર 7 કિલોમીટર દૂર છે. ચોમાસા બાદ આ સ્થળ સોળે કળાથી ખીલી ઉઠે છે. કુદરતી વાતાવરણ, પ્રકૃતિનું સૌંદર્ય અને શાંત ડુંગરા જેણે પસંદ હોય તેના માટે આ બેસ્ટ સ્થળ છે.
ખર્ચ
કુલ ખર્ચ : આશરે 75 હજારથી 1.05 લાખ
4. પોલો ફોરેસ્ટ
400 ચોરસ કિલોમીટરમાં આ ફોરેસ્ટ પથરાયું છે. આ પોલો ફોરેસ્ટ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાની અરવલ્લીની ગિરિમાળા વચ્ચે હરણાવ નદીના કિનારા વચ્ચે આવેલું છે.
ખર્ચ
કુલ ખર્ચ : આશરે 67 હજારથી 1 લાખ
5. કચ્છનું સફેદ રણ
આ જગ્યા એટલે કે ભૂમિ અને આકાશનું મિલન. આ રણ ભૂજથી 80 કિલોમીટર દૂર આવેલ છે. અહીં આવ્યા બાદ એવું લાગે છે કે જાણે ચંદ્ર પર આવી ગયા હોય. દરવર્ષે ઘણા વિદેશીઓ પણ અહીં આવે છે. અહીં તમે ઊંટ, ઊંટ ગાડીઓ તથા બીજી આવી કોઈ થીમ પ્રમાણે પણ ફોટોશૂટ કરાવી શકો છો.