બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / know how hypertension starts and lead to hypertension

હેલ્થ / જાણો શું છે પ્રી-હાઇપરટેંશન, કેવી રીતે થાય છે હાઇ બ્લડપ્રેશરની શરૂઆત, ઉપાય

vtvAdmin

Last Updated: 07:45 PM, 11 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનિયંત્રિત જીવનશૈલીને કારણે થતી આ સ્વાસ્થ્ય સમસ્યા દરેક વર્ગના લોકો માટે ખતરનાક બની ચૂકી છે. આ એક ચિકિત્સીય સ્થિતિ છે. જેમા ધમનીઓમાં બ્લડ પ્રેશર સામાન્યથી તેજ થઇ જાય છે. સામાન્ય સ્થિતિમાં બ્લડ પ્રેશર 120/80 થી 140/90 વચ્ચે રહે છે. પરંતુ જેવું બ્લ્ડ પ્રેશર તેનાથી વધારે જવા લાગે છે, તેમ હાઇ બ્લડ પ્રેશરનો ખતરો ઉભો થઇ જાય છે.

એવામાં જાણવું જરૂરી છે કે પ્રી હાઇપરટેન્શન શું હોય છે. કેમ કે અહીં જ સ્થિતિ એવી બને છે જ્યાં હાઇ બ્લડ પ્રેશર અથવા હાઇપરટેન્શન સાથે જોડાયેલી તમામ વસ્તુઓની શરૂઆત થાય છે. 

પ્રી હાઇપરટેન્શનની સ્થિતિ ત્યારે બને છે જ્યારે આપનું બ્લડ પ્રેશર સામાન્યથી ઉપર જતુ રહે છે પરંતુ એ લેવલ સુધી નહીં જેને હાઇ બ્લડ પ્રેશર માનવામાં આવે છે. હાઇ બ્લડ પ્રેશરની રીડિંગ્સ, સિસ્ટોલિક પ્રેશર સાથે 120થી 139 mm Hg અને ડાયસ્ટોલિક પ્રેશરની સાથે 80થી 89 mm Hgને પ્રીહાઇપરટેન્શન માનવામાં આવે છે. 

હાઇ બ્લડ પ્રેશરના કારણો અને લક્ષણો

 મોડી રાત્રે ભોજન કરવું, સ્માર્ટફોન પર લાંબો સમય વિતાવવો, શારીરિક વ્યાયામ ન કરવા પગલે હાઇપરટેન્શનની સમસ્યા થવા લાગે છે. ઉપરાંત સ્ટ્રેસ, ખોટી ખાનપાન અને આધુનિક જીવનશૈલીને કારણે હાઇપરટેન્શન થઇ શકે છે. હાઇપરટેન્શનમાં ચક્કર આવવા, ધમનીઓમાં લોહીનું દબાણ વધે છે, માથાનો દુખાવાની ફરિયાદ શરૂ થઇ જાય છે. ઉપરાંત બેચેની, થાક, અનિંદ્રા, ગુસ્સો આવવો શરૂ થઇ જાય છે. બાદમાં હાર્ટ એટેક, બ્રેન હેમરેજ, રેટિનલ હેમરેજ અને કિડની ફેલ થવી એક કારણ બની શકે છે. 

હાઇબ્લડ પ્રેશર દૂર કરવાના ઉપાય

સ્વસ્થ લાઇફસ્ટાઇલ

માત્ર હાઇ બ્લડ પ્રેશર જ નહીં પરંતુ કોઇપણ બીમારીથી મુક્તિ મેળવવા માટે તમારે લાઇફસ્ટાઇલમાં સુધાર લાવવો પડશે. એક સ્ટડીમાં જોવા મળ્યું છે કે કોઇ શારીરિક ગતિવિધિઓમાં સામેલ ન થવાને કારણે પ્રી હાઇપરટેન્શનના ખતરમાં 50 ટકાનો વધારો થઇ જાય છે. રોજ એક્સરસાઇઝ કરવી અને દિવસમાં વધુમાં વધુ ગતિવિધિઓમાં ભાગ લેવો જરૂરી છે. તેમા સીડીઓ ચઢવી, સાઇક્લિંગ, ટ્રેડમિલ, સ્વીમિંગ કરવી, દોરડા કુદવા, જંપિંગ જેક સામેલ છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. 

તમારા ખાવામાં આ વસ્તુ સામેલ કરો

દાળમાં ભરપૂર માત્રામાં ફાઇબર, વિટામીન અને મિનરલ્સ હોય છે. તેને ખાવાથી વજન ઓછુ થાય છે. વધારે વજનનો અર્થ છે હાઇ બ્લડપ્રેશર એટલે દાળ જરૂર ખાવી જોઇએ. 

બીટ

બીટમાં નાઇટ્રેટ હોય છે. જે હાઇ બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે તેથી રોજ એક ગ્લાસ બીટનો જ્યૂસ જરૂર પીવો જોઇએ

દાડમ

દાડમમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર જેવા પોષક તત્વો સૌથી સારા સ્ત્રોત હોય છે. તેને ખાવાથી વજન ઓછું થાય છે. આ પ્રકારે હાઇબ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Health News Pomegranate hypertension Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ