બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માધાપર ફૂડ પોઇઝનિંગ કેસ બાદ તંત્ર એક્શનમાં, શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ તપાસ માટે મોકલાયા

કચ્છ / માધાપર ફૂડ પોઇઝનિંગ કેસ બાદ તંત્ર એક્શનમાં, શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ તપાસ માટે મોકલાયા

Vishal Khamar

Last Updated: 11:13 PM, 15 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના માધાપરમાં ફ્રૂડો પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ફ્રૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવાયા હતા.

કચ્છના માધાપર ગામમાં બટુક ભોજન દરમિયાન થયેલી ફૂડ પોઇઝનિંગની ઘટનાએ આરોગ્ય અને ફૂડ વિભાગને હરકતમાં મૂકી દીધા છે. ઘટનામાં આશરે 40 બાળકોની તબિયત બગડતાં તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે.

ફૂડ વિભાગની ટીમે ઘટનાસ્થળ સાથે સંકળાયેલા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે વિવિધ સેમ્પલ એકત્ર કર્યા છે. માધાપરની શિવ ડેરી અને ખાવડા સ્વીટ્સમાંથી દહીં, બુંદી અને સેવના નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે લેબ રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ જો ખાદ્ય પદાર્થોમાં કોઈ પ્રકારની બેદરકારી કે ગુણવત્તાનો ભંગ સામે આવશે તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ, આરોગ્ય વિભાગે પણ સાવચેતીના ભાગરૂપે માધાપર વિસ્તારમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ શરૂ કર્યું હતું. આરોગ્ય કર્મચારીઓએ ઘેરઘેર જઈ લોકોની તબિયત અંગે માહિતી મેળવી અને કોઈ નવા કેસ સામે આવે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ઘર ખરીદનારાઓને ઝટકો, 1 જુલાઈથી મકાનના ભાવમાં 10% સુધીનો વધારો

ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે, ત્યારે તંત્ર દ્વારા સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Kutch News Food Poisoning
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ