બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ડિસેમ્બરમાં રાહુ કેતુ બદલશે પોતાની ચાલ, આ 5 રાશિઓને લાગશે લોટરી

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / ડિસેમ્બરમાં રાહુ કેતુ બદલશે પોતાની ચાલ, આ 5 રાશિઓને લાગશે લોટરી

Last Updated: 12:00 AM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આગામી ડિસેમ્બર મહિનામાં રાહુ અને કેતુ બંને ગોચર કરશે. આ બંને છાયા ગ્રહોના ગોચરથી મેષ સહિતંની રાશિઓને ખુબ આર્થિક લાભ થશે.

1/8

photoStories-logo

1. રાહુ અને કેતુનું ગોચર

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ રાહુ અને કેતુનું ગોચર ખુબ મહત્વનુંમાનવામાં આવે છે. કેમ કે આ બંને ગ્રહો હંમેશા વક્રી ગતિમાં ફરે છે અને લગભગ દર 18 મહિને પોતાની રાશિ બદલે છે. કુંભ રાશિમાં સ્થિત રાહુ 5 ડિસેમ્બરે પોતાની રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરશે. હાલમાં સિંહ રાશિમાં ગોચર કરી રહેલ કેતુ પણ 5 ડિસેમ્બરે પોતાનું વક્રી ગોચર શરૂ કરશે અને ચંદ્રની રાશિ કર્કમાં પ્રવેશ કરશે. ડિસેમ્બરમાં આ બંનેનું ગોચર પાંચ રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે. આ ગોચર દરમિયાન વધુ શુભ ફળ માટે શનિવારે ભગવાન શિવની પૂજા કરો, શિવલિંગને પાણી અર્પણ કરો અને જરૂરિયાતમંદોને કાળા તલ કે ધાબળાનું દાન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. મેષ

રાહુ મેષના દસમા ભાવમાં ગોચર કરશે. દસમા ભાવમાં રાહુને અત્યંત શક્તિશાળી અને શુભ માનવામાં આવે છે. જેથી વર્ક પ્લેસમાં તમારો પ્રભાવ વધશે, તમારો દરજ્જો વધશે અને તમને ઉચ્ચ પદ પ્રાપ્ત થઈ શકે છે. રાજકારણ, સરકાર કે મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો સફળતા મેળવશે. બાકી રહેલા કાર્યો પૂરા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. વૃષભ

રાહુ વૃષભ રાશિના નવમા ભાવમાં ગોચર કરશે અને કેતુ ત્રીજા ભાવમાં ગોચર કરશે. રાહુની ભાગ્યના ઘરમાં હાજરી તમારા બાકી રહેલા કાર્યોને અચાનક વેગ આપશે. જેઓ વિદેશ યાત્રા કરવા કે ત્યાં અભ્યાસ કરવા કે વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે તેમની ઇચ્છાઓ પૂર્ણ થશે. તમારી નોકરીમાં અચાનક પ્રમોશન મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. સિંહ

રાહુ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં ગોચર કરશે, જ્યારે કેતુ બારમા ભાવમાં રહેશે. આઠું તમને કોર્ટ કેસોમાં તમને વિજય મળશે. તમારા દુશ્મનો પ્રયાસ કરવા છતાં પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમને લાંબી બીમારીઓમાંથી રાહત મળશે. કેતુના પ્રભાવથી વિદેશ યાત્રા કે વિદેશી સ્ત્રોતોમાંથી આર્થિક લાભ માટે શાનદાર મોકા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. કન્યા

રાહુ તમારા પાંચમા ભાવમાં અને કેતુ તમારા અગિયારમા ભાવમાં ગોચર કરશે. અગિયારમા ભાવમાં કેતુની હાજરી અણધાર્યા કે અચાનક આર્થિકલાભની શક્યતા ઊભી કરશે. રાહુનો પ્રભાવ તમારા વિચારો અને કાર્યશૈલીમાં નવીનતા લાવશે જેનાથી વર્ક પ્લેસ પર તમારી પ્રશંસા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. મીન

રાહુ તમારા અગિયારમા ભાવમાં પ્રવેશ કરશે. આ ગોચર તમારા માટે આર્થિક રીતે સૌથી વધુ ફાયદાકારક રહેશે. તમારા આવકના સ્ત્રોતોમાં અચાનક વધારો થશે. આ દરમિયાન લાંબા સમયથી ચાલતી ઇચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ પૂરી થશે. મોટા નેટવર્ક અને નવા લોકો સાથે જોડાવાથી તમને ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. આ રાશિના જાતકોએ થોડા સાવધાન રહેવું

કેતુ કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યો હોવાથી ભાવનાત્મક રાશિ, કર્ક, વૃશ્ચિક અને મકર રાશિના લોકોએ વૈવાહિક જીવન, માનસિક તણાવ અને તેમની માતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aries Ketu transit Rahu transit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ