બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 11:16 AM, 6 April 2024
તમે પણ માનતા જ હશો કે કેટલીકવાર એવી ઘટનાઓ બને છે જે વિજ્ઞાનની પહોંચની બહાર હોય છે અને તૈમારા વેલીમાં પણ કઇંક આવી જ ઘટનાનો અનુભવ થાય છે. ત્યાંથી પસાર થતાં સમયે મોબાઈલમાંનો સમય બે વર્ષ આગળ વધી જાય છે. એટલે કે જો તમારા ફોનમાં 2024ને બદલે 2026 દેખાવાનું શરૂ થઈ જાય છે અને વોટ્સએપ પર તારીખ સેટિંગનો મેસેજ આવવા લાગે છે.
ADVERTISEMENT
કહેવાય છે કે જે લોકો અહીંથી પસાર થાય છે એમને રસ્તાના કિનારે એક મંદિર સિવાય બીજું કંઈ નથી દેખાતું..જ્યાં મા કાલી અને બજરંગ બલીની મૂર્તિ બનાવવામાં આવી છે. લગભગ યાત્રીઓ આ મંદિર પાસે રોકાય છે અને પ્રાર્થના કર્યા બાદ આગળની યાત્રા માટે રવાના થાય છે. તૈમારા વેલી પહોંચવા માટે રાંચી જમશેદપુર હાઈવે NH-33 પર મુસાફરી કરવી પડે છે જે રાંચીથી લગભગ 30 કિલોમીટર દૂર છે. અહીં સ્તાની બંને બાજુએ પર્વતો અને ખીણોનો સુંદર નજારો જોવા મળે છે.
ADVERTISEMENT
એવું કહેવાય છે કે આ ઘાટીમાં ટાઈમ ઝોન બદલાય જાય છે પણ વૈજ્ઞાનિકો આ વાતને માનતા નથી.. એમનું કહેવું છે કે આ વિસ્તારમાં ગ્રેનાઈટ પથ્થર જોવા મળે છે, જેમાં ચુંબકીય ગુણો છે અને તેના કારણે એવું બની શકે કે કોઈના ઘડિયાળનો સમય બદલાઈ ગયો હોય. આ વિશે શોધ અને સંશોધનની જરૂર છે.
વધુ વાંચો: Video: આ દેશમાં વિદેશી ચેનલ જોવા પર મળે છે જેલની સજા
ઘણા લોકો એમ પણ કહે છે કે ધીરે ધીરે આ સમય બદલાવવાની વાત લોકો વચ્ચે ફેલાવવા લાગી અને લોકો એમની રીતે કહાની બનાવવા લાગ્યા. લોક વાયકામાં તો એમ પણ કહેવાય છે કે ભૂત-પ્રેત જોવા મળે છેઅને તેના કારણે અહીં ગાડીઓનું એક્સિડન્ટ થાય છે. જો કે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એ હજુ સુધી જાણી શકાયું નથી.
ઝારખંડની તૈમારા વેલી પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલી જગ્યા છે પણ આ વિસ્તાર હજુ પણ ઘણા લોકો માટે રહસ્યમય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.