બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 01:10 PM, 1 April 2024
દુનિયામાં દરેક દેશના પોતાના અલગ અલગ નિયમો અને કાયદા છે અને એવા પણ ઘણા દેશો છે જ્યાં કાયદાઓ એટલા વિચિત્ર છે કે તેના વિશે સાંભળીને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. એવામાં એક એવો પણ દેશ છે જ્યાં કોઈ પોતાની ઈચ્છા મુજબ ટીવી પણ જોઈ શકતું નથી. આ દેશમાં ગણીને ત્રણથી ચાર ન્યૂઝ ચેનલ છે અને તેમાં પણ કોઈ ઇન્ટરનેશનલ સમાચાર નથી બતાવવામાં આવતા, આટલું જ નહીં રિપોર્ટ અનુસાર આ દેશમાં 0.1 ટકાથી પણ ઓછા લોકો પાસે ઈન્ટરનેટ છે.
ADVERTISEMENT
આ દેશ છે નોર્થ કોરિયા જ્યાં તાનાશાહ કિમ જોંગ ઉનનું શાસન છે.. કીમ જોંગ ઉન એમના ઘણા અજીબ નિયમો માટે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. રિપોર્ટ અનુસાર નોર્થ કોરિયામાં રહેતા લોકોને બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે એ વિશે વધુ જાણકારી નથી હોતી કારણ કે આ દેશમાં મીડિયા પૂરી રીતે સરકારના નિયંત્રણમાં છે અને ટીવીમાં બસ એ જ બતાવવામાં આવે છે જે સરકાર ઈચ્છે છે. ટૂંકમાં એ ત્રણ-ચાર ચેનલો પર ઉત્તર કોરિયા અને નેતા કિમ જોંગ ઉનના વખાણ કરતાં જ સમાચારો જ બતાવવામાં આવે છે.
ADVERTISEMENT
નોર્થ કોરિયામાં જો કોઈ ભૂલથી પણ વિદેશી ચેનલ જોતો કે સાંભળતો પકડાઈ જાય તો તેને સખત સજા આપવામાં આવે છે અને આશ્ચર્યની વાત એ છે કે તેને જેલ પણ મોકલવામાં આવી શકે છે. આટલું જ નહીં, ઉત્તર કોરિયામાં ખરાબ અર્થવ્યવસ્થા અને દુષ્કાળના સમાચાર બતાવવા પર પણ ચેનલો પર પ્રતિબંધ છે. ઉત્તર કોરિયામાં ઈન્ટરનેટ ન બરાબર છે અને 2022 માં લગભગ 20,000 લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા હતા, જે ઉત્તર કોરિયાની કુલ વસ્તીના માત્ર 0.1 ટકા છે. સાથે જ અહીં કોઈ ન્યૂઝ પોર્ટલ પણ નથી.
ADVERTISEMENT
વધુ વાંચો: VIDEO: પૃથ્વી પર આવેલી આ જગ્યા છે અસલ મંગળ ગ્રહ જેવી, જ્યાં જીવન શક્ય નથી
કહેવાય છે કે હજુ પણ અહીં 3જી ઈન્ટરનેટ સર્વિસ મળે છે અને અહીંયા વિદેશીઓ સ્થાનિક લોકો સાથે ફોન પર વાત પણ કરી શકતા નથી. એટલે ટૂંકમાં એમ કહી શકીએ કે ત્યાં રહેતા લોકોની દુનિયા નોર્થ કોરિયા અને ત્યાંના તાનાશાહ કિમ જોંગ ઉન સુધી જ સીમિત છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.