બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / VTV AJAB GAJAB VIDEO: This place on Earth is like the Mars where life is not possible
આપણી દુનિયા અદ્ભુત જગ્યાઓ અને વસ્તુઓથી ભરેલી છે. જો તમે સર્ચ કરવા જશો, તો તમને આવા ઘણા તથ્યો વિશે જાણવા મળશે જે કદાચ તમે પહેલા નહીં જાણતા હોવ, અને આ ધરતી પર એક એવી જગ્યા આવેલી છે જ્યાં માણસ તો દૂર કોઈ જીવજંતુ પણ નથી રહેતા.
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર પૃથ્વી પર પ્રાણીઓની 87 લાખ પ્રજાતિઓ હાજર છે, પરંતુ આ ધરતી પર આવેલી આ એવી જગ્યા છે જ્યાં આમાંથી કોઈ પણ પ્રજાતિનો અત્તો પત્તો પણ નથી. પૃથ્વીના આ ભાગમાં પાણી છે પણ જીવનની કોઈ શક્યતા નથી. જો વૈજ્ઞાનિકોનું માનીએ તો પૃથ્વી પર ઇથોપિયામાં આવેલ એક જગ્યા સૌથી વધુ નિર્જન છે.
ADVERTISEMENT
કહેવાય છે કે ઇથોપિયામાં આવેલ ડેલોલ જીઓથર્મલ ક્ષેત્રનું વાતાવરણ મંગળ ગ્રહ જેવુ છે અને અહીં આવેલા ગરમ, ખારા, એસિડિક તળાવોમાં જીવન અશક્ય છે અને આ તળાવોમાં કોઈ સૂક્ષ્મ જીવો પણ નથી રહી શકતા. આ અંગે સંશોધન કર્યા બાદ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ સૌથી ગરમ અને સૂકી જગ્યા છે, જ્યાં શિયાળામાં પણ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે છે. આ પૃથ્વી પરના સૌથી લો પોઈન્ટમાંથી એક છે, જે સમુદ્ર સપાટીથી 410 ફૂટ નીચે છે.
ADVERTISEMENT
અહીંના પાણી, હવા અને વાતાવરણમાં એસિડ, મીઠું અને ઝેરી વાયુઓ વધુ છે અને તેને કારણે અહીંની pH વેલ્યૂ નેગેટિવ છે અને આ જગ્યા પર જીવનની કોઈ શક્યતા નથી. આ પૃથ્વી પરનું સૌથી ખતરનાક અને ખરાબ વાતાવરણ છે. અહીં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. અહીં તળાવની અંદર નાના-નાના જ્વાળામુખી છે, જે આખા વર્ષ દરમિયાન ઝેરી વાયુઓ અને રસાયણો ફેલાવતા રહે છે. આ કારણથી અહીંની જમીન પણ રંગબેરંગી બની ગઈ છે.
વધુ વાંચો: VIDEO: દુનિયાનું સૌથી મોટું રેલવે સ્ટેશન અને સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયું છે?
ADVERTISEMENT
આ ખારા, ગરમ અને અતિ એસિડિક તળાવોમાં સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ ન થઈ શકે, જો કે અમુક રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું હતું કે અહીં જીવન વિકસી શકે છે, પરંતુ તેની શક્યતા ઘણી ઓછી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.