બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / VTV AJAB GAJAB VIDEO: VIDEO: Which is the largest railway station and longest platform in the world

AJAB GAJAB / VIDEO: દુનિયાનું સૌથી મોટું રેલવે સ્ટેશન અને સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયું છે?

Megha

Last Updated: 10:27 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયુ છે જ્યાં 44 પ્લેટફોર્મ છે અને એક સાથે 40 થી વધુ ટ્રેનો ઉભી રહી શકે છે અને વિશ્વનું  સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ ભારતમાં આવેલું છે.

ભારતીય રેલ્વેને દેશની જીવાદોરી કહેવામાં આવે છે. કારણ કે ટ્રેન ભારતમાં મુસાફરીનું સૌથી સસ્તુ માધ્યમ છે. વર્ષ 1853માં ભારતીય રેલ્વેની શરૂઆત થઈ ત્યારથી કરીને અત્યાર સુધી ભારતમાં 7000થી વધુ રેલવે સ્ટેશન છે અને આટલા મોટા નેટવર્ક સાથે ભારતીય રેલ્વે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક તો એશિયાનું બીજું સૌથી મોટું રેલ નેટવર્ક છે. 

હવે સૌથી મોટા રેલવે સ્ટેશન વિશે વાત કરીએ તો ભારતમાં પશ્ચિમ બંગાળનું હાવડા જંક્શન દેશનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. અહીં કુલ 23 પ્લેટફોર્મ અને 25 ટ્રેક છે. અને દુનિયાના સૌથી મોટા રેલ્વે સ્ટેશનની વાત કરીએ તો અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં સ્થિત ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ વિશ્વનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન છે અને આ રેલવે સ્ટેશનનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.

રિપોર્ટ અનુસાર આ રેલવે સ્ટેશનનું નિર્માણ 1903-1913ની વચ્ચે કરવામાં આવ્યું હતું અને અહીં દરરોજ લગભગ 1.25 લાખ મુસાફરો આવે છે. અહીં 44 પ્લેટફોર્મ છે અને એક સાથે 40 થી વધુ ટ્રેનો ઉભી રહી શકે છે. સાથે જ આ સ્ટેશન પરથી કુલ 660 ટ્રેનો પસાર થાય છે. ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ કુલ 48 એકરમાં ફેલાયેલું છે. એટલું જ નહીં, આ સ્ટેશન પર બે અંડરગ્રાઉન્ડ લેવલ છે.

વધુ વાંચો: VIDEO: North Sentinel Islandનું રહસ્ય શું છે? અહીં વસે છે સૌથી ખતરનાક લોકો

હવે જો દુનિયાના સૌથી લાંબા રેલ્વે પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો ભારતીય રેલ્વેના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કર્ણાટક રાજ્યમાં આવેલ હુબલી સ્ટેશન આખી દુનિયાનું સૌથી લાંબુ રેલ્વે સ્ટેશન છે. અહીં હાજર પ્લેટફોર્મની લંબાઈ વિશ્વમાં સૌથી લાંબી છે.હુબલી રેલ્વે સ્ટેશન 1507 મીટર એટલે કે લગભગ દોઢ કિલોમીટર લાંબું પ્લેટફોર્મ છે અને રેલ્વેમાં લૂપ લાઇનની લંબાઈ 650 મીટર છે.  દુનિયાના સૌથી મોટા પ્લેટફોર્મવાળા આ રેલ્વે સ્ટેશને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.  આ પહેલા ભારતનું સૌથી લાંબુ રેલ્વે સ્ટેશન ગોરખપુર રેલ્વે સ્ટેશન હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

VTV AJAB GAJAB VTV AJAB GAJAB Video World’s Longest Railway Platform biggest railway station grand central terminal largest railway station in india VTV AJAB GAJAB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ