બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / AJAB GAJAB What is the secret of North Sentinel Island? The most dangerous people live here

AJAB GAJAB / VIDEO: North Sentinel Islandનું રહસ્ય શું છે? અહીં વસે છે સૌથી ખતરનાક લોકો

Megha

Last Updated: 01:37 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ જગ્યા પર ફરવા ગયા તો જીવતા પાછા નહીં આવો! ભારતમાં એક આવી જગ્યા આવેલી છે જ્યાં કોઈને પણ જવાની મંજૂરી નથી અને જો કોઈ ત્યાં જાય છે તો એમની ડેડબોડી પણ નથી મળતી..

આજે પણ દુનિયામાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ છે, જેના વિશે જાણવું વૈજ્ઞાનિકો માટે પણ કોઈ કોયડાથી ઓછું નથી. એવામાં એવી જગ્યા વિશે જાણીએ જ્યાં જવું એટલે સામેથી મૃત્યુને સ્વીકારવું. આ જગ્યા છે નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ. નામ ભલે ભારતીય ન લાગતું હોય પરંતુ આ આઈલેન્ડ બંગાળની ખાડીમાં સ્થિત આંદમાન દ્વીપ સમૂહનો એક ટાપુ છે. ભલે આ ટાપુ દક્ષિણ આંદામન જિલ્લા હેઠળ આવે છે, પરંતુ ભારત સરકારે અહીં કોઈને પણ જવા પર પ્રતિબંધ મૂક્યો છે.

જ્યારે આકાશમાંથી જોવામાં આવે તો આ ટાપુ અન્ય સામાન્ય ટાપુઓની જેમ ખૂબ જ શાંતિપૂર્ણ અને સુંદર લાગે છે. પરંતુ અહીં કંઈક એવું છે જેના કારણે પ્રવાસીઓ કે માછીમારો પણ ત્યાં જવાની હિંમત નથી કરતાં. અહીં જોવા મળતી આદિજાતિ તેની પાછળ એક મોટું કારણ છે. જેનો હજુ સુધી આ દુનિયા સાથે કોઈ સંપર્ક નથી.આ ટાપુ પર 60 હજાર વર્ષોથી માણસો રહે છે, પરંતુ આજ સુધી એ નથી જાણી શકયું કે તેઓ શું ખાય છે, કઈ ભાષા બોલે છે અને માત્ર 23 ચોરસ માઇલના આ નાના ટાપુ પર સુનામી અને વાવાઝોડા જેવી આફતો આવવા છતાં તેઓ કેવી રીતે જીવતાં રહે છે. 

આ ટાપુની ચર્ચા ભારતથી લઈને અમેરિકા સુધી છે કારણ કે થોડા વર્ષો પહેલા અહીંના જંગલોમાં પહોંચેલા અમેરિકન પ્રવાસી જોન એલન ચાઉને ત્યાંના આદિવાસીઓએ હત્યા કરી દીધી હતી. આ ટાપુ પર રહેતા આદિવાસીઓ સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક કરવાની મનાઈ હોવા છતાં આ પ્રવાસી આ ટાપુની અંદર ગયો હતો.કહેવાય છે કે 1867માં સૌથી પહેલા આ વિશે ખબર પડી હતી, જ્યારે આ ટાપુના કિનારે એક માલવાહક જહાજ ક્રેશ થયું હતું. જહાજમાંથી 86 લોકો ટાપુ પર ઉતર્યા હતા ત્યારે તેમના પર અચાનક હુમલો થયો પરંતુ કોઈ રીતે એમનો જીવ બચી ગયો હતો. 

એ બાદ 1880માં રોયલ નેવી ઓફિસર મોરિસ થોડા લોકો સાથે નોર્થ સેન્ટિલન ટાપુ પર પહોંચ્યા અને ત્યાંથી એક વૃદ્ધ માણસ, એક મહિલા અને ચાર બાળકોને એમની સાથે લઈ આવ્યા પરંતુ સ્ત્રી અને પુરુષ થોડા દિવસોમાં મૃત્યુ પામ્યા. અને બાળકો પણ બીમાર થવા લાગ્યા એટલે એમને ટાપુ પર પાછા છોડી દીધા હતા. આ પછી બ્રિટિશ સરકાર તરફથી ટાપુના લોકો સાથે સંપર્ક કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો.એ બાદ 1981માં એક જહાજ ત્યાં ફસાયું ત્યારે તેમાં હાજર લોકોને બચાવવા માટે ભારતીય નૌકાદળનું હેલિકોપ્ટર પહોંચ્યું હતું અને દોરડા દ્વારા ખેંચીને જહાજમાં હાજર લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું, વર્ષ 1991માં ભારત સરકારે ત્યાંના લોકો સાથે કોન્ટેક કરવાની કોશિશ કરી હતી અને એ બાદ 1996 પછી નોર્થ સેન્ટિનલ આઇલેન્ડમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો . 

વધુ વાંચો: VIDEO: Franceના Landais Villageમાં રહેતા બધા જ લોકો છે ભૂલક્કડ

સાથે જ એમ પણ કહેવામાં આવે છે કે 2006માં અહીં કેટલાક માછીમારો ભૂલથી પંહોચી ગયા હતા અને ત્રણ દિવસ બાદ તેની લાશ બીચ પર જોવા મળી હતી. મૃતદેહને પરત લેવાનો પ્રયાસ કરવા એક ટીમ ત્યાં પંહોચી તો આ આદિવાસીઓ તેમના પર પણ તીર વડે હુમલો કર્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Ajab Gajab Ajab Gajab News VTV AJAB GAJAB Video north sentinel island north sentinel island real video north sentinel island tribe VTV AJAB GAJAB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ