બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / AJAB GAJAB unique experimental village called Landais Village all the villagers have dementia
આજના સમયમાં લોકો પાસે એટલું કામ છે કે તેઓ પોતાની દિનચર્યાની સામાન્ય બાબતો પણ ભૂલી જાય છે. પરંતુ આ કિસ્સાઓ એકદમ સામાન્ય છે, કારણ કે વસ્તુઓ ભૂલી ગયાના થોડા સમય પછી આપણે યાદ આવી જાય છે કે શું કરવાનું હતું. પણ આ ભૂલવાની આદત અથવા રોગ વ્યક્તિના જીવનને ઘણી અસર કરે છે. હવે વિચારો કે એક એવું ગામ બનાવવામાં આવે જ્યાં બધા જ ભૂલકણાં લોકો રહેતા હોય, જ્યાં સામાન ખરીદવા પર ગ્રાહક પૈસા આપતા ભૂલી જાય અને દુકાનદાર પૈસા લેતા ભૂલી જાય..
ADVERTISEMENT
દુનિયામાં આવું જ એક ગામ આવેલું છે. આ ગામનું નામ છે Landais (લેન્ડઈઝ) જે યુરોપિયન દેશ ફ્રાન્સમાં આવેલું છે. આ ગામમાં રહેતા લોકોને કંઈ યાદ નથી રહેતું, ન તો તેઓ દિશાઓ યાદ રાખી શકે છે અને ન તો તેઓ દુકાન પર પૈસા ચૂકવીને કંઈપણ ખરીદી શકે છે. એટલે આ ગામમાં લોકોને બધું મફતમાં આપવામાં આવે છે.
ADVERTISEMENT
આ ગામના દરેક લોકોને ભૂલવાની બીમારી છે અને ખાસ કરીને Alzheimerથી પીડિત લોકો માટે આ ગામ બનાવવામાં આવ્યું છે. ફ્રાન્સના આ ગામમાં સૌથી વૃદ્ધ નાગરિકની ઉંમર 102 વર્ષ છે, જ્યારે સૌથી નાની વ્યક્તિની ઉંમર 40 વર્ષ છે અને અહીં કુલ 120 લોકો રહે છે.લેન્ડઈઝ એક પ્રકારનું એક્સપરિમેન્ટ વિલેજ છે, જ્યાં એ જોવામાં આવે છે કે શું Alzheimerથી પીડિત લોકોને બધું યાદ રાખવાના સ્ટ્રેસથી ફ્રી કરવામાં આવે તો આ બીમારી મટી શકે છે?
ADVERTISEMENT
અલ્ઝાઈમર એટલે શું તો કહી દઉં કે અલ્ઝાઈમર એક એવો રોગ છે જેમાં લોકો ધીરે ધીરે યાદશક્તિ ગુમાવવા લાગે છે અને મગજની કાર્યક્ષમતા ઘટી જાય છે. અલ્ઝાઈમર થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેની સારવાર પણ હજુ સુધી શક્ય નથી.
વધુ વાંચો: VIDEO: Karani Mata Temple, જ્યાં ઉંદરનો એઠો પ્રસાદ અપાય છે ભક્તોને
ADVERTISEMENT
સામાન્ય રીતે અલ્ઝાઈમરના લક્ષણો મોટે ભાગે 65 વર્ષની ઉંમર પછી જોવા મળે છે.હવે અલ્ઝાઈમર જેવી જ વધુ એક બીમારી હોય છે ડિમેન્શિયા અને આ બંનેના સામાન્ય લક્ષણ હોય છે મેમરી લોસ. આ બીમારીમાં જેમાં મગજના કોષો જે મેમરીને નિયંત્રિત કરે છે તે સૂકવવા લાગે છે અને તેને કારણે યાદશક્તિ ઘટવા લાગે છે અને મેમરીની રિકવરી અશક્ય બની જાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.