બ્રેકિંગ ન્યુઝ
ઉંદર તો ભગવાન ગણેશનું વાહન છે અને આપણા જ દેશમાં એક મંદિર એવું પણ છે,જ્યાં ઉંદરોની ભગવાનની જેમ પૂજા કરવામાં આવે છે. આ એક અનોખું મંદિર રાજસ્થાનના બિકાનેરમાં આવેલું છે જેને કરણી માતાનું મંદિર કહેવામાં આવે છે. બિકાનેરથી લગભગ 30 કિ.મી. દૂર દેશનોકમાં આવેલું આ મંદિર મુષક મંદિર તરીકે પણ ઓળખાય છે અને અહીં ઉંદરોને કાબા કહેવામાં આવે છે.
ADVERTISEMENT
ઉંદરને ભલે ગણપતિની સવારી માનવામાં આવે છે પરંતુ આ વિશ્વનું એકમાત્ર દેવી મંદિર છે. જ્યાં ઉંદરનો અને દેવી એકબીજા સાથે સંલગ્ન છે. અહીં ઉંદરને કરણી માતાના સેવકના સ્વરૂપે પૂજવામાં આવે છે.જ્યારે પણ મંદિરમાં આરતી થાય, ત્યારે અચૂક મંદિરમાં રહેતા તમામ ઉંદરો હાજર થઈ જાય છે.
ADVERTISEMENT
આ મંદિરમાં દર્શન દરમિયાન ભક્તોને કેટલીક વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. જેમ કે મંદિરમાં પગ ઢસડીને ચાલવાનું હોય છે. કેમ કે પગ ઉપાડવાથી પગ નીચે ઉંદરો આવી જવાનો ડર રહે છે, જેના કારણે તેઓ મરી શકે છે અથવા ઘાયલ થઈ શકે છે. એટલા માટે અહીં ચાલતી વખતે જમીન પરથી પગ ઉપાડવાની મનાઈ છે.
ADVERTISEMENT
દેશ-દુનિયામાં આ મંદિર ઉંદર મંદિર નામથી પ્રસિદ્ધ છે. આ મંદિરમાં 20-25 હજારથી વધારે ઉંદર રહે છે અને એમ પણ કહેવામાં આવે છે જે આ ઉંદરની વચ્ચે જો કોઈને પણ સફેદ ઉંદર જોવા મળી જાય છે તો એમની મનોકામના તરત પુરી થઈ જાય છે. સાથે જ એવી પણ માન્યતા છે કે મંદિરમાં માતાને ચઢાવવામાં આવતા પ્રસાદ પર પહેલો અધિકાર ઉંદરોનો હોય છે અને એ બાદ પ્રસાદ લોકોને આપવામાં આવે છે.
વધુ વાંચો: VIDEO: આ વ્યક્તિએ 3 વખત Taj Mahal, 2 વખત લાલ કિલ્લો તો 1 વખત રાષ્ટ્રપતિ ભવન વહેંચી નાખ્યું!
ADVERTISEMENT
નવાઈની વાત તો એ છે કે આટલા બધા ઉંદરો હોવા છતાં મંદિરમાં કોઈ દુર્ગંધ નથી આવતી, આજદિન સુધી કોઈ બીમારી ફેલાઈ નથી અને ઉંદરોનો એંઠો પ્રસાદ ખાવાથી કોઈ ભક્ત બીમાર પણ નથી પડ્યો. એટલું જ નહીં એમ પણ કહેવાય છે કે જ્યારે કેટલાક દાયકાઓ પહેલા આખા ભારતમાં પ્લેગ ફેલાયો હતો, ત્યારે પણ આ મંદિરમાં ભક્તોનો મેળો ભરતો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.