ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / know about how many rupees donate for ram mandir by CM Rupani

રાજકોટ / મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રામ મંદિરના નિર્માણ માટે જાણો કેટલા રૂપિયાનું કર્યું દાન

Published By: Shyam

Last Updated: 09:15 PM, 21 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલમાં રામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમનું આયોજન થયું હતું.

ADVERTISEMENT

  • પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો રામ જન્મભૂમિ નિર્માણનિધિ સમર્પણ કાર્યક્રમ
  • રામમંદિર નિર્માણ માટે વિજય રૂપાણીએ આપ્યું અનુદાન
  • કથાકાર રમેશભાઈ ઓઝાએ પણ જાહેર કર્યા 51 લાખ

રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલમાં રામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમનું આયોજન થયું હતું. જે ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત કથાકાર રમેશભાઈ ઓઝા સહિતના અનેક સંસ્થાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના તરફથી રામ મંદિરના નિર્માણ કાર્ય માટે અનુદાનની રકમ જાહેર કરી હતી. કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત અનેક સંગઠનના અગ્ર લોકોની હાજરીમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. 

રામ મંદિરના નિર્માણ કાર્ય માટે અનુદાનનું અભ્યાન ચાલી રહ્યું છે. દેશના મોટા બિઝનેશમેન સહિત અનેક નેતાઓ પણ પોતાના તરફથી અનુદાનની જાહેરાત થઈ રહી છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ 5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. તો કથાકાર રમેશભાઇ ઓઝાએ 51 લાખના દાનની જાહેરાત કરી હતી. સાથે બાન લેબના મૌલેશ ઉકાણીએ 21 લાખ અને મારૂતી કુરિયરના રામભાઇ મોકરીયાએ 11 લાખનું દાન આપ્યું છે.

સામાજિક સંસ્થાઓની બેઠકમાં 18 લાખ દાનનું એકત્રિકરણ

રાજકોટ ખાતે અગાઉ સામાજિક સંસ્થાની એક બેઠક મળી હતી. જેમાં સામાજિક સંસ્થાઓ દ્વારા 18 લાખ રૂપિયાનું દાન એકત્ર થયું હતું. આજે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં લાખો રૂપિયાનું દાન એકત્ર થયું છે. આ કાર્યક્રમમાં શહેરના અનેક ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો સહિત રાજકોટવાસીઓએ રામ મંદિર નિર્માણમાં દાન આપ્યું છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

cm rupani rajkot ram mandir મુખ્યમંત્રી વિજય રૂપાણી રમેશભાઈ ઓઝા રાજકોટ રામ મંદિર rajkot

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ