બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Kisan Andolan rakesh tikait PM Narendra Modi give mobile number

ખેડૂત આંદોલન / 'એક ફોન કોલનું અંતર' PMના આ નિવેદન પર રાકેશ ટિકૈતે કહ્યું, તમારો નંબર તો આપો, અમે ફોન કરીશું

Divyesh

Last Updated: 12:06 PM, 6 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે PM મોદી પોતાનો નંબર તો આપે, અમે કોલ કરી વાત કરીશું.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતેના જણાવ્યાં મુજબ આંદોલનકારી ખેડૂત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા તૈયાર છે. ટિકૈતે કહ્યું કે તેઓ પીએમ મોદીના આંમત્રણની રાહ જોઇ રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા સર્વદળીય બેઠકમાં કહ્યું હતું કે તેમની સરકાર ખેડૂતો સાથે વાતચીતથી બસ માત્ર એક ફોન કોલ દૂર છે. પીએમ મોદીએ કહ્યું કે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને ખેડૂત નેતા જ્યારે ઇચ્છે ત્યારે ફોન કરે છે અને વાતચીત કરે છે. 

જેને ળઇને રાકેશ ટિકૈતે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો નંબર તેમને આપે જેથી તેઓ ફોન કરી શકે. ટિકૈત દિલ્હી અને ઉત્તર પ્રદેશની વચ્ચે, ગાજીપુર સરહદ પર ખેડૂતના આંદોલનનું નેતૃત્વ કરી રહ્યાં છે. 

ખેડૂતો દ્વારા આજે ચક્કાજામનું એલાન

સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા 6 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 થી 3 વાગ્યા સુધી ચક્કાજામ કરવાનો નિર્ણય લીધો છે. જેના પર રાકેશ ટિકૈત કહ્યું, 'ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ખેડૂત શનિવારના રોજ રોડ પર ચક્કાજામ નહીં કરે, પરંતુ શાંતિપૂર્ણ જિલ્લા મુખ્યાલ અને તહસીલ મુખ્યાલપર આવેદન પત્ર આપશે.'

રાકેશ ટિકૈતે કહ્યું કે 'ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ખેડૂતોને સ્ટેન્ડ બાઇ રાખવાનો નિર્ણ લેવામાં આવ્યો છે.' ટિકૈતે કહ્યું કે 'આંદોલનને બેકઅપ આપવા માટે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના 1 લાખ ખેડૂતોને બેકઅપમાં રાખવામાં આ્યાં છે. તેઓ અત્યારે આરામ કરી રહ્યાં છે અને ખેતી સંભાળી રહ્યાં છે.'

આસું વહાવીને બચી નહી શકે ટિકૈત

ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કેજે અલ્ફોંસે શુક્રવારે રાજ્યસભામાં કહ્યું કે રાકેશ ટિકૈત 26 જાન્યુઆરીની ટ્રેકટર રેલી બાદ થયેલ હિંસા પછી આંસુ વહાવીને બચી નહીં શકે. 

ખેડૂતોએ 26મી જાન્યુઆરી ટ્રેકટર રેલી નિકાળી હતી. આ પરેડ દરમિયાન હિંસા થઇ હતી અને સ્થિતિ નિયંત્રિત કરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો તેમજ આંસૂ ગેસના ગોળા છોડવા પડ્યાં હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

PM modi farm protest rakesh tikait ખેડૂત આંદોલન પીએમ મોદી રાકેશ ટિકૈત farmer protest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ