બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Khodaldham Vidyarthi Samiti Convener Meet-2023 meeting organized

વડોદરા / પાદરામાં પથ્થર મારનાર લુખ્ખાતત્વોનો વીડિયો વાયરલ, જાહેર માર્ગ પર ઉતરી જુઓ કેવું મચાવ્યું રમખાણ

Dinesh

Last Updated: 08:11 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news : પાદરામાં પોલીસ સ્ટેશન નજીક જાહેર માર્ગ પર ઉતરીને લુખ્ખા તત્વોએ પથ્થરમારો કર્યો હતો, પથ્થરમારો કરતા શખ્સોનો વીડિયો થયો વાયરલ

 

  • વડોદરાના પાદરામાં પોલીસ સ્ટેશન નજીક પથ્થરમારો
  • જાહેર માર્ગ પર ઉતરીને લુખ્ખા તત્વોએ કર્યો પથ્થરમારો
  • પથ્થરમારો કરતા શખ્સોનો વીડિયો થયો વાયરલ

Vadodara news : વડોદરામાં ગણપતિ વિસર્જન અને ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આ તહેવાર પર પાદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. પાદરામાં કોમી છમકલાથી બે કોમના લોકો સામ સામે આવી ગયા હતા. મોડી રાત્રે બે કોમ વચ્ચે ધીંગાણું પણ થયું હતું, પાદરામાં પોલીસ સ્ટેશન નજીક પથ્થરમારાનો બનાવ બન્યો હતો. જે સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. 

લુખ્ખા તત્વોએ પથ્થરમારો કર્યો
પાદરામાં પોલીસ સ્ટેશન નજીક જાહેર માર્ગ પર ઉતરીને લુખ્ખા તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જે પથ્થરમારો કરતા શખ્સોનો વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક અસમાજિક તત્વો શાંતિ ડોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તેમજ છૂટ્ટા હાથે પથ્થરમારો પણ કરી રહ્યાં છે, જેમના હાથમાં લાકડી જેવું પણ કંઈક નજરે ચડી રહ્યું છે.  અત્રે જણાવીએ કે, શાંતિ ડહોળવાના પ્રયાસ મામલે  પોલીસે મોડી રાતે કોમ્બિંગ હાથ ધરી 10થી વધુ લોકોની અટકાયત કરી હતી. 

ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દો ઉચાર્યા
પાદરામાં આવેલા અંબાજી તળાવ ખાતે કેટલાક યુવકો મંદિર નજીક પ્રસાદનું વિતરણ કરી રહ્યા હતા. ત્યારે નીકળેલા જુલુસમાં સામેલ કેટલાક યુવકો દ્વારા વાંધાજનક ઈશારા અને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો ઉચ્ચારણ કરતા મામલો ગરમાયો હતો. આ પછી બંને કોમના ટોળા સામસામે આવી જતા પરિસ્થિતિ તંગ બની હતી. આ સમયે હિન્દુ એકતા સંગઠનના યુવકની સોનાની ચેન પણ લૂંટી લેવાઈ હતી. 

10થી વધુ લોકોની અટકાયત 
જે બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી, પાદરાના વિવિધ વિસ્તારોમાં પોલીસે મોડી રાત્રે કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસે 10થી વધુ શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ