બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Khel Mahakoomba 2.0 inaugurated by CM Bhupendra Patel

ખેલ મહાકુંભ 2.0 / CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકૂંભ 2.0નો શુભારંભ, પ્રતિભાશાળી ખેલાડીઓને મળશે તક, આજથી રજિસ્ટ્રેશન શરુ

Vishal Khamar

Last Updated: 10:41 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ખેલમહાકુંભ 2.0 નું કર્ટેન રેઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. આજથી ખેલમહાકુંભ માટેનું રજીસ્ટ્રેશન શરૂ થયું હતું. રાજ્યનો સૌથી મોટો રમતોત્સ એટલે 'ખેલ મહાકુંભ'.

  • ખેલ મહાકુંભ 2.0 ની આજે વિધિવત જાહેરાત 
  • CMના હસ્તે ખેલમહાકુંભ 2.0 નું કર્ટેન રેઝર 
  • અમદાવાદના શક્તિગ્રીન કન્વેશન સેન્ટર ખાતે કાર્યક્રમ

રાજ્યનાં યુવાનોને સર્વાંગી વિકાસ થાય તેમજ યુવાનોને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેલમહાકુંભ શરૂ કર્યો હતો. અમદાવાદનાં શક્તિગ્રીન કન્વેન્શન સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0 કર્ટેન રેઝર લોન્ચ કર્યું હતું. આજથી ખેલમહાકુંભ માટેનું રજીસ્ટ્રેશન શરૂ થયું છે. ગુજરાતનાં પ્રતિભાશાળી ખેલાડીઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યનો સૌથી મોટો રમતોત્સવ એટલે 'ખેલમહાકુંભ'. યુવા શક્તિ માટે ગ્રામ્યથી રાજ્ય કક્ષા સુધી ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. 

દશકા પહેલા શરૂ થયેલો ખેલ મહાકુંભ આજે વટવૃક્ષ બની ગયુંઃ ભૂપેન્દ્ર પટેલ 
રાજ્યનો સૌથી મોટો રમતોત્સવ એટલે ખેલ મહાકુંભ. આજે મુખ્યમંત્રી દ્વારા ખેલમહાકુંભ 2.0 નું કર્ટેન રેઝર લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે,ખેલાડીઓને પડતી મુશ્કેલી સરકાર દૂર કરશે. તેમજ બાળકને રમત-ગમતમાં આગળ વધવામાં માતા-પિતાનું યોગદાન હોય છે. વડાપ્રધાનની પ્રેરણાથી ગુજરાતમાં આજથી દશકા પહેલા શરૂ થયેલો ખેલ મહાકુંભ  આજે વટવૃક્ષ બની ગયું છે.  આજે રાષ્ટ્રી કક્ષાએ ગુજરાતનાં 50 ખેલાડીઓ રમે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતમાં 18 ખેલાડીઓ રમે છે. ગુજરાત હરણફાળ રીતે આગળ વધી રહ્યું છે. ગયા વખતે 55 લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હવે ઓલિમ્પિકની તૈયારી કરવાની છે. 

દિવ્યાંગોને તમામ સુવિધા આપવામાં આવશેઃ હર્ષ સંઘવી

ખેલમહાકુંભ 2.0 ની આજે વિધિવત જાહેરાત કરવામાં આવી છે. કાર્યક્રમમાં રાજ્યનાં રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેમણે ખેલમહાકુંભ વિશે વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ વર્ષ કુલ 45 કરોડનાં ઈનામો આપવામાં આવશે. તેમજ 5 વર્ષથી નાના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિજેતા બાળકોને ઈનામની રકમ સીધી તેમનાં એકાઉન્ટમાં જમા થશે. તેમજ તાલુકા કક્ષાનાં યુવાનોને પ્રોત્સાહન આપવામાં આવશે. અને જે સ્કૂલની ટીમ છે તેમાં પણ વધારો કરવામાં આવશે. આ વર્ષે દિવ્યાંગોને તમામ સુવિધા આપવામાં આવશે. આવનાર સમય રમતનો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ