બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / kheda sub district hospital superintendent molesting of apprentice doctor

ખેડા / ડાકોરની હોસ્પિટલના 52 વર્ષીય સુપ્રિન્ટેન્ડેન્ટ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ, દીકરીની ઉંમરની યુવતી સાથે કર્યું કુકર્મ

Dhruv

Last Updated: 09:59 AM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડાના ડાકોરની હોસ્પિટલના 52 વર્ષીય સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટરે પોતાની દીકરીની ઉંમરની યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે.

  • ખેડાના ડાકોરની હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સામે દુષ્કર્મની ફરિયાદ
  • 52 વર્ષીય સુપ્રિટેન્ડેન્ટ ડો.અજય વાલા સામે દુષ્કર્મની ફરિયાદ
  • એપ્રેન્ટિસ ડોક્ટર યુવતીને સરકારી નોકરી-લગ્નની લાલચ આપી

ખેડાના ડાકોરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. 52 વર્ષીય સુપ્રિટેન્ડેન્ટ ડો. અજય વાલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. એપ્રેન્ટિસ ડોક્ટર યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ.

સરકારી નોકરી અને લગ્નની લાલચ આપીને સુપ્રિટેન્ડેન્ટે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

સરકારી નોકરી અને લગ્નની લાલચ આપીને સુપ્રિટેન્ડેન્ટે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. સુપ્રિટેન્ડન્ટે આણંદના બંગલામાં એપ્રેન્ટિસ ડોક્ટરને લઇ જઇ અનેકવાર દુષ્કર્મ આચર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ડોક્ટર યુવતીને છૂટાછેડા લેવા પણ ધમકી આપતો હોવાનો આક્ષેપ

એવું કહેવાય છે કે, એપ્રેન્ટિસ ડોક્ટર યુવતીના લગ્ન થઇ ગયા બાદ પણ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે યુવતી સાથે જબરજસ્તી કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. ડોક્ટર યુવતીને છૂટાછેડા લેવા પણ ધમકી આપતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. હાલમાં ડાકોર પોલીસે ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

લગ્ન થઈ ગયા બાદ પણ ડૉક્ટર પીછો ન છોડવાની ફરિયાદ

સુપ્રિટેન્ડેન્ટે CHC ક્વાર્ટસ અને પોતાની ઓફિસમાં શારીરિક અડપલાં પણ કર્યા અને દુષ્કર્મ પણ આચર્યું હતું. એટલું જ નહીં આણંદ ખાતેના પોતાના બંગલામાં યુવતીને લઈ જઈને અનેકવાર સુપ્રિટેન્ડેન્ટે દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતીનો એવો આરોપ છે કે, તેના લગ્ન થઈ ગયા બાદ પણ ડૉક્ટર તેનો પીછો ન હોતો છોડતો. તેની સાથે જબરદસ્તી દુષ્કર્મ આચરતો હતો. વાત આટલેથી જ નથી અટકતી. પરંતુ ડો. અજય વાલા યુવતીને ધાકધમકી પણ આપતો હતો. તેણે યુવતીને છૂટાછેડા લેવા માટે ધાકધમકી આપ્યાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવી છે. ડૉક્ટરની વારંવારની હેરાનગતિથી યુવતીના લગ્નજીવનમાં પણ ભંગાણ પડ્યું હતું. આથી, યુવતીની આપવીતિ સાંભળીને પોલીસે કલમ 376(2)e, 376(2)n અને 506 મુજબ ડૉક્ટર વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ