બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / kgf fame yash revealed early he not like ranveer singh favourite actor amitabh bachchan

મનોરંજન / KGFના રોકીભાઈને નહોતો પસંદ રણવીર સિંહ! ઈન્ટરવ્યૂમાં ખુદ કર્યો ખુલાસો, રણબીર કપૂર માટે કહ્યું એ પણ થોડોક વિચલિત છે...

Manisha Jogi

Last Updated: 09:03 AM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યશ તેમની આગામી ફિલ્મ ટોક્સિક બાબતે ચર્ચામાં છે. યશે તેમના ફેવરિટ બોલીવુડ સ્ટાર વિશે જણાવ્યું છે. યશે તેમના ફેવરિટ એક્ટર વિશે જણાવ્યું છે.

  • યશની ફેન ફોલોઈંગ માત્ર સાઉથ સિનેમા પૂરતી સીમિત
  • યશ તેમની આગામી ફિલ્મ ટોક્સિક બાબતે ચર્ચામાં
  • યશે તેમના ફેવરિટ એક્ટર વિશે જણાવ્યું

સુપરસ્ટાર યશની ફેન ફોલોઈંગ માત્ર સાઉથ સિનેમા પૂરતી સીમિત નથી. આ સુપરસ્ટારની ફેન ફોલોઈંગ આખા દેશમાં છે. વર્ષ 2018માં KGF ફિલ્મ રિલીઝ થઈ હતી, આ ફિલ્મે યશને પૈન ઈંડિયા સ્ટાર બનાવી દીધો છે. આ ફિલ્મમાં યશે રોકીભાઈનું પાત્ર ભજવ્યું હતું, મોટાભાગના લોકો આ હીરોને રોકીભાઈના નામથી જ ઓળખે છે. હાલમાં યશ તેમની આગામી ફિલ્મ ટોક્સિક બાબતે ચર્ચામાં છે. યશે તેમના ફેવરિટ બોલીવુડ સ્ટાર વિશે જણાવ્યું છે.  

યશે તેમના ફેવરિટ એક્ટર વિશે જણાવ્યું છે કે, ‘અમિતાભ બચ્ચન તેમના ઓલટાઈન ફેવરિટ એક્ટર છે અને શાહરૂખ ખાન પણ છે.’ યશે આ બંને એક્ટરના ભરપૂર વખાણ કર્યા છે. જેની સાથે રોકીભાઈએ રણવીર સિંહ અને રણબીર કપૂરનો પણ ઉલ્લેખ કર્યો છે. 

રણવીર સિંહ નહોતા ગમતા
યશે જણાવ્યું કે,’પહેલા રણવીર સિંહનું શરૂઆતનું કામ નહોતું ગમતું, ફિલ્મ બાજીરાવ મસ્તાની જોયા પછી રણવીર સિંહ ગમવા લાગ્યો હતો. રણવીરે ફિલ્મ ‘પદ્માવત’માં પણ સારું કામ કર્યું છે. રણબૂર કપૂર પણ સારા એક્ટર છે. મને એવું લાગે છે કે, રણબીર થોડા વિચલિત છે, પણ તેમણે ફિલ્મ ‘સંજૂ’માં શાનદાર કામ કર્યું છે.’

યશની ફિલ્મ ‘KGF’ પછી દર્શકોને ફિલ્મ ‘KGF ચેપ્ટર2’ પણ પસંદ આવી હતી. આ ફિલ્મે ગ્લોબલી 1,200નૂ કમાણી કરી હતી. ફેન્સ હવે આતુરતાથી આ ફિલ્મના ત્રીજા પાર્ટની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મનો ત્રીજો ભાગ વર્ષ 2025 સુધીમાં રિલીઝ થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ