બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Kejriwal was given a clean chit by the court

દિલ્હી / અરવિંદ કેજરીવાલ પર ચાલતા સૌથી મોટા કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, સિસોદિયાએ PM મોદી પર લગાવ્યો આરોપ

Ronak

Last Updated: 03:38 PM, 11 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવીંદ કેજરીવાલ પર મારામારીના આરોપ લાગ્યા હતા. જે આરોપ આજે દિલ્હી કોર્ટ દ્વારા નકારી દેવામાં આવ્યા છે. સાથેજ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને કોર્ટ દ્વારા ક્લીન ચીટ આપી દેવામાં આવી છે.

  • દિલ્હીના મુખ્યમંત્રીને મોટી રાહત 
  • કોર્ટે આ મુ્દ્દે તેમને ક્લીન ચીટ આપી 
  • કેજરીવાલ પર લાગ્યા હતા મારામારીના આરોપ 

દિલ્હીમાં મુખ્ય સચિવ સાથે મારામારી થવા મુદ્દે અરવિંદ કેજરીવાલને કોર્ટ દ્વારા ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા આ મામલે માહિતી આપવામાં આવી છે. તો બીજી કેજરીવાલે સત્યની જીત તઈ તેવો ઉલ્લેખ કર્યો છે. 

ટ્વીટર પર કહ્યું સત્યમેવ જયતે 

સમગ્ર મામલે મનીષ સિસોદિયા દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી. જેમા તેમણે માહિતી આપી કે દિલ્હીના મુખ્યમંત્રી પર લાગેલા આરોપોને લઈને કોર્ટ દ્વારા તેમને ક્લીન ચીટ આપવામાં આવી છે. જે ટ્વીટ પર કેજરીવાલે સત્યમેવ જયતેની કોમેન્ટ કરી છે. 

ઉપ મુખ્યમંત્રીએ યોજી પ્રેસ કોન્ફરન્સ 

પ્રેસ કોન્ફરન્સ કરીને મનીષ સિસોદિયાએ કહ્યું કે આજે સત્યની જીત થઈ છે. કેજરીવાલ પર મારામારીના ષડયંત્રના આરોપો લાગ્યા હતા. જે બધાજ આરોપો કોર્ટ દ્વારા આજે નકરા દેવામાં આવ્યા છે. સાથેજ ઉપ મુખ્યમંત્રી સિસોદિયાએ એવું પણ કહ્યું કે અમે પહેલા દિવસથી કહેતા હતા આ આરોપો મુખ્યમંત્રી કેજરીવાલ સામે એક ષડયંત્ર છે. 

મોદી સરકાર પર કર્યા પ્રહાર 

વધુંમાં મનીષ સિસોદિયાએ મોદી સરકાર સામે પ્રહાર કરતા કહ્યું કે કોર્ટમાં આજે સાબિત થઈ ગયું કે ભાજપ દ્વારા દિલ્હી સરકારને પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે કેજરીવાલ પર મારામારીનો ખોટો કેસ દાખલ કર્યો હતો. જેથી તેમના ઓફિસ પર તેમજ તેમના ઘરે પોલીસ દ્વારા રેડ પણ કરવામાં આવી હતી.

આઈપીએસ ઓફિસરે લગાવ્યા હતા આરોપ  

ઉલ્લેખનીય છે કે 19 ફેબ્રુઆરી 2018ના રોજ અંશુ પ્રકાશ સીએમ કેજરીવાલના આવાસ સ્થાને ગયા હતા. અંશું પ્રકાશ 1986ની બેચના આઈપીએસ છે. જેમણે આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલે તેમની સાથે મારામારી કરી હતી. જોકે હાલ કોર્ટ દ્વારા આ મુદ્દે કેજરીવાલને કલ્ની ચીટ આપી દેવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ