બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / ભાવનગર / Kejriwal requested the central government Bharat Ratna should be given to Krishna Kumar Singh Gohil

નિવેદન / 'મહારાજ કૃષ્ણકુમારસિંહજી ગોહિલને ભારતરત્ન આપવામાં આવે' ભાવનગરની સભામાં કેજરીવાલની કેન્દ્રસરકારને વિનંતી

Khyati

Last Updated: 05:22 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં અરવિંદ કેજરીવાલે સભા સંબોધી, સંબોધન દરમિયાન ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલજીને કર્યા યાદ

  • ભાવનગરમાં અરવિંદ કેજરીવાલ 
  • સંબોધન દરમિયાન કૃષ્ણકુમારસિંહજીને કર્યા યાદ
  • કેન્દ્ર સરકારને કરી એક વિનંતી 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે નવા નવા વાયદા અને વચનોની લ્હાણી થઇ રહી છે. ક્યાંક વિકાસના કાર્યોનું લોકાર્પણ થઇ રહ્યું છે તો ક્યાંક મફતમાં વીજળી આપવાના વાયદા થઇ રહ્યા છે. ત્યારે ચૂંટણી ટાણે એક્ટિવ થયેલી આમ આદમી પાર્ટીના સંયોજક આજે ભાવનગર પહોંચ્યા છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે અહીં સંબોધન દરમિયાન સરકાર પર પ્રહારો તો કર્યા પરંતુ સાથે એક વિનંતી પણ કરી.

અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને કરી વિનંતી

ભાવનગરમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે, દેશપ્રેમ માટે પોતાનો રાજપાટ છોડી દેનાર મહાન પ્રજાવત્સલ રાજવી મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલજીને ભારતરત્ન આપવામાં આવે.

'કૃષ્ણકુમારસિંહજી ગોહિલજીને ભારતરત્ન આપવામાં આવે'

જી, હા તેમણે વધુમાં ઉમેર્યું કે આજે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ધરતી પર આવીને ઘણુ સારુ લાગ્યું.  તેઓ મહાપુરુષ હતા. મહાન વ્યક્તિ હતા. આઝાદી પછી સૌથી પહેલા દેશભક્તિનો જોશ બતાવીને તેમણે પોતાનુ સામ્રાજ્ય સરદાર પટેલને સોંપ્યુ હતું.  મહારાજાની કામગીરીનું દ્રષ્ટાંત આપીને તેઓએ વિનંતી કરી હતી કે ભારત સરકાર દ્વારા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલજીને ભારતરત્ન આપવામાં આવે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ