બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Kejriwal Gopal should take action on Italy PM belongs country

ગુજરાત / કેજરીવાલ ગોપાલ ઈટાલિયા પર કાર્યવાહી કરે,  PM કોઈ પાર્ટીના નહિ દેશના છે : વાયરલ વીડિયો મામલે ભાજપના આકરા પ્રહારો

Kishor

Last Updated: 04:57 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાના વાયરલ વીડિયો મામલે ગોરધન ઝડફિયા અને યજ્ઞેશ દવેએ પત્રકાર પરિષદ યોજી આકરા પ્રહારો કર્યા હતા.

  • ગુજરાત પ્રદેશ BJPના નેતાઓના ગોપાલ ઈટાલિયા પર પ્રહાર 
  • ગોરધન ઝડફિયા અને યજ્ઞેશ દવેની પત્રકાર પરિષદ
  • ગોપાલ ઈટાલિયાએ PM પદને લાંછન લગાવતા શબ્દો વાપર્યા

ગુજરાત વિધાનસભાની ચુંટણીના ગાજતા માહોલ વચ્ચે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાનો વીડિયો વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે.  આ વિડીયોમાં ગોપાલ ઈટાલીયા PM મોદી વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું છે. જે વીડિયોને લઈ ભાજપે AAP  પર આકરા પ્રહાર પણ કર્યા હતા. ગોપાલ ઈટાલીયાએ PM પદની ગરિમા ન જાળવી હોવાનું જણાવાયું હતું. 

ગોપાલ ઈટાલિયાએ PM પદની ગરિમાને લાંછન લગાવતા શબ્દો વાપર્યા : ભાજપ 
વધુમાં આ મામલે ભાજપ આગેવાન ગોરધન ઝડફિયા અને યજ્ઞેશ દવેએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ ગોપાલ ઈટાલિયા પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ગોપાલ ઈટાલિયાએ PM પદની ગરિમાને લાંછન લગાવતા શબ્દો વાપર્યા છે. પ્રધાનમંત્રી કોઈ એક પક્ષના નહી પરંતુ આખા દેશના હોય છે. તેમના આ શબ્દોથી AAPની માનસિકતા છતી થઈ છે. વધુમાં અરવિંદ કેજરીવાલે આ મામલે કાર્યવાહી કરવાની જોઇએ તેમ પણ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે ગોપાલ ઈટાલિયાને બચાવવા માટે AAPના નેતાઓ પત્રકાર પરિષદ કરે છે. દેવી દેવતાઓના અપમાન સમયે AAPમાં કોઈ બોલવા તૈયાર ન થયું હતું. AAPના અનેક નેતાઓ ગેરકાયદે સંપત્તિ મામલે જેલમાં બંધ છે. AAPના નેતાઓ જેલમાં છે તે મુદ્દે કેજરીવાલ જવાબ આપે તેવી માંગ ઉઠાવી હતી. 

ગુજરાતની પ્રજાને AAP ગુમરાહ કરે છે 
એટલુ જ નહિ ભાજપ આગેવાનોએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ aapએ અનેકવાર આ પ્રકારની માનસિકતા દાખલી છે. પુલવામાં હુમલાને લઇને પણ AAPએ પુરાવા માંગીને દેશવિરોધી કૃત્ય કર્યું હોવાનું પણ ગોરધન ઝડફિયાએ ઉમેર્યું હતું. તેમજ AAP એ દેશના ભાગલા પાડવામાં માનનારી પાર્ટી હોવાનો પણ ભાજપ નેતાઑએ આક્ષેપ કર્યા હતા. વધુમાં ભાજપની સરકાર ન બની હોત તો સૌરાષ્ટ્ર માઈગ્રેટ થયુ હોત અને ગોપાલ ઈટાલિયાએ અગાઉ ગૃહમંત્રીને ચપ્પલ માર્યુ હતું. કેજરીવાલની જુઠ્ઠાણા ફેલાવવાની નીતિ રાજકારણમાં ન્યુસન્સ સમાન ગણાવી હતી. ભાજપ નેતાઑએ ચેલેન્જ સાથે પડકાર ફેંક્યો હતો કે લડવું હોય તો ચોક્કસ આવે અને એક નહી 10 પાર્ટી આવે પણ દેશનાં PM વિશે આ પ્રકારની માનસિકતા ન બતાવે. વધુમાં રાઘવ ચઢ્ઢા 26 વર્ષનો હિસાબ માગે છે, તો ડિબેટ કરવા અમે તૈયાર હોવાનું પણ ભાજપે જણાવ્યું હતું. ગુજરાતની પ્રજાને AAP ગુમરાહ કરે છે અને વર્ગ વિગ્રહ થાય તેવા મુદ્દા આપ છંછેડતી હોવાનું પણ અંતમાં જણાવ્યું હતું. વધુમાં એમ પણ જણાવ્યું કે, ગોપાલ ઈટાલિયા ફરી આવુ કરશે તો ચલાવી નહી લઈએ અને બંધારણીય રીતે જે કાર્યવાહી થતી હશે તે કરીશુ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ