બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:10 AM, 1 January 2024
ADVERTISEMENT
વર્ષ 2023 નરમ ગરમ રહ્યા બાદ હવે નવી આશાઓ અને અપેક્ષાઓ સાથે વર્ષ 2024 નું આગમન થયું છે. 2024 નો સૂર્ય વ્યક્તિઓની નવી આશા અને અપેક્ષા સાથે આવશે. તમામ લોકો એવું ઈચ્છે કે આવનારૂ વર્ષ શુભ ફળદાય અને સુખ શાંતિથી ભરેલું રહે. આવી સ્થિતિમાં સનાતન ધર્મમાં કૌટુંબિક સુખ સંપતિ માટે કેટલીક વાસ્તુ ટિપ્સ પણ અજવામાં આવે છે. આજે આવી જ વાસ્તુ ટિપ્સ વિશે વાત કરવી છે જે નવા વર્ષમાં સકારાત્મક ઉર્જા વધારશે અને પ્રસન્નતા લાવશે. ત્યારે આવો જાણીએ વર્ષના પહેલા દિવસે એવી કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ. જે શુભ ફળદાય નીવડે!

ADVERTISEMENT
તાંબાનો સૂર્ય
નવા વર્ષના પ્રથમ દિવસે ઘરમાં સકારાત્મક શક્તિના સંચાર માટે તાંબાના સૂર્યની ખરીદી કરવી જોઈએ. આ સૂર્યને ઘરની દિવાલ પર લગાવવો જોઈએ. જેથી કરી ઘરમાં તાંબાનો સૂર્ય રાખવાથી પરિવારની પ્રગતિનો માર્ગ ખુલી શકે છે અને આવકમાં વધારો તથા આવકની નવી તકોનું નિર્માણ થઈ શકે છે.

ADVERTISEMENT
ધાતુનો કાચબો
વાસ્તુશાસ્ત્રમાં જણાવાય અનુસાર ધાતુનો કાચબો પણ સુખ અને સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે. આથી જો તમે તેને ઘર અથવા ઓફિસમાં રાખો તો તેનાથી ધનની દેવી લક્ષ્મીજી ખૂબ પ્રસન્ન થાય છે. પરિણામે જીવનમાં આવક અને પૈસાના સ્ત્રોતો વધારે મળે છે. જેથી તમારા જીવનમાં પ્રગતિનો પણ અવસર મળશે અને પૈસા અને અનાજને ક્યારેય કમી રહેશે નહીં!
નાળિયેર
આ ઉપરાંત નાળિયેરને પણ પવિત્ર ગણવામાં આવે છે. તમે કાચું નાળિયેર ખરીદી લીધા બાદ તેની પૂજા કરી અને આ નાળિયેરને તમારી તિજોરીમાં રાખી શકો છો. જેથી આખા વર્ષ દરમિયાન પૈસાની તંગીનો સામનો કરવો પડે નહીં! ધનની દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી પર બની રહે છે.
મોરપીંછ
શાસ્ત્રોમાં મોરપીંછને પણ ખૂબ જ ભાગ્યશાળી ગણવામાં આવે છે. ધાર્મિકતા અનુસાર વાત કરવામાં આવે તો ઘરમાં મોરપીંછ રાખવાથી નકારાત્મક શક્તિઓ નાશ પામે છે. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમભાવના વધે છે. જેને લઇને અનેક સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.