ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / Keep the face rolling this way during the festival season

ઉપાય / ફેસ્ટીવલ સીઝનમાં ચહેરાની રોનક આ રીતે જાળવો

Published By: Krupa

Last Updated: 06:23 PM, 18 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બદલાતી લાઈફસ્ટાઈલમાં લોકો પાસે સમય જ બચતો નથી કે તેઓ પોતાની સુંદરતા પાછળ સમય કાઢી શકે. માર્કેટમાં અનેક ચીજો મળે છે પણ તેનો ઉપયોગ કરવાનો સમય હોતો નથી. ક્યારેક એ કોસ્મેટિક્સ સારું રીઝલ્ટ આપશે કે નહીં તે પણ પ્રશ્ન રહે છે. આ સમયે જાણી લો ઘરેલુ અને સસ્તા નુસખા જેનાથી તમે તમારી સુંદરતાને કાયમ રાખી શકો છો.

ADVERTISEMENT

અત્યારે ફેસ્ટીવલ સીઝન ચાલી રહી છે. આ મહિને નવરાત્રિ પુરી થઇ અને પાછળ પાછળ દિવાળી આવી ચુકી છે. તહેવારોની દોડધામમાં અને વ્યસ્તતા ભરેલી જિંદગીની વચ્ચે ક્યાંક ચહેરાની ચમક ઝાંખી ન પડી જાય એ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે.

ક્લિંઝીંગ
ત્વચાની સફાઇ પર હંમેશા વિશેષ ધ્યાન આપવું જોઇએ. ત્વચા પર ગંદકી જમા થાય તો પિમ્પલ્સ થવાની શક્યતાઓ વધી જાય છે. ત્વચાને સાફ કરવા તમે કાચા દુધનો પ્રયોગ કરી શકો છો. આ ઉપરાંત તમે બજારમાં ઉપલબ્ધ ક્લિંઝરનો ઉપયોગ પણ કરી શકો છો. સારા ફેસવોશથી જ હંમેશા ત્વચા ક્લીન કરો.

સ્ક્રબિંગ
ત્વચા પર જામેલી ડેડ સ્કીન અને ડ્રાયનેસ દુર કરવા માટે સ્ક્રબનો ઉપયોગ કરો. સ્ક્રબ એકદમ માઇલ્ડ હોય તો તેનો રોજ ઉપયોગ કરી શકો છો. નહીંતો અઠવાડિયા બે વખત તો તેનો ઉપયોગ કરો જ. તેનાથી તમારી ત્વચા ડિપલી ક્લીન થશે અને ચહેરો ચમકવા લાગશે.

મસાજ
ઓઇલ કે મસાજ ક્રીમથી સ્કીન પર મસાજ કરો, જેથી ત્વચામાં ચમક આવે. અત્યારે થોડી ઠંડી શરુ થઇ ગઇ છે તેથી તમે ઇચ્છો તો કોલ્ડક્રીમનો પ્રયોગ કરી શકો છો. તે ત્વચામાં કુદરતી ચમક લાવવામાં મદદ કરશે.

ફેસ પેક
ફેસપેકના ઉપયોગથી તમે ત્વચાને રિસ્ટોર કરી શકો છો. સાથે સાથે ત્વચાને ટાઇટ બનાવવા માટે પણ આ એક બહેતર રીત છે. ત્વચાના પ્રકાર અનુસાર ફેસ પેકની પસંદગી કરો. ચણાનો લોટ, હળદળ અને નીમ પેકનો ઉપયોગ પણ કરી શકો છો.

ખાણીપીણી
આ મોસમમાં તેલ અને મસાલાવાળી વસ્તુઓ ખાવાથી દુર રહેવુ જોઇએ. ફેસ્ટીવલ સિઝનમાં ઘરે ગેસ્ટ આવે કે આપણે કોઇના ઘરે ગેસ્ટ બનીને જઇએ ત્યારે જમવાનુ પ્રમાણ જળવાતુ નથી અને આપણે જનરલી ફેસ્ટીવલમાં હેલ્ધી ફુડ અવોઇડ કરીએ છીએ અને કંઇ પણ ખાઇ લઇએ છીએ. ફ્રુટ્સ. જ્યુસ, શાકભાજી અને સ્પ્રાઉટ્સનું ખુબ સેવન કરવું જોઇએ. હેલ્ધી ફુડની અસર ઓલઓવર શરીર પર અને હેલ્ધી શરીરની અસર ત્વચા પર પડે જ છે તે ન ભુલવુ જોઇએ.

સંકળાયેલા મુદ્દાઓ

beauty lifestyle scrubs ક્લિંઝીંગ સ્ક્રબ Remedy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ