ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ઘરની આ દિશામાં રાખો 5 છોડ, ઘરકંકાસ દૂર થશે અને સમૃદ્ધિ વધશે

કામની વાત / ઘરની આ દિશામાં રાખો 5 છોડ, ઘરકંકાસ દૂર થશે અને સમૃદ્ધિ વધશે

Published By: Nirav Kumar

Last Updated: 04:41 PM, 2 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની બનાવટ અને વસ્તુઓની ગોઠવણ હોય તો નકારાત્મકતા દૂર થાય છે અને સમૃદ્ધિ વધે છે. આથી અમુક છોડ ઘરમાં રાખવા જોઈએ.

ADVERTISEMENT

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર-પૂર્વ દિશાનું વિશેષ મહત્વ છે. તેને સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિશામાં શુભ તસવીરો, પ્રકાશની વસ્તુઓ, પ્રાર્થના ખંડ અને અમુક છોડ હોવા ખૂબ જ ફાયદાકારક મનાય છે. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સમૃદ્ધિ વધે છે. આથી ઉત્તર અને પૂર્વ દિશામાં અમુક છોડ લગાવવા જોઈએ. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે અને જીવનમાં પ્રગતિના નવા દરવાજા પણ ખુલી શકે છે. ચાલો તે વિશે જાણીએ.

  • ગલગોટાનો છોડ : ઘરમાં લાવશે સુખ અને સમૃદ્ધિ
    ધાર્મિક સમારોહમાં પીળા અને નારંગી રંગના ગલગોટાના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાને પણ શુભ માનવામાં આવે છે. જે આસપાસના વાતાવરણને શુદ્ધ રાખે છે અને સુખ અને સમૃદ્ધિ લાવે છે. ઉત્તર-પૂર્વ દિશામાં ગલગોટાનો છોડ લગાવવો ખૂબ જ શુભ મનાય છે. જે શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખે છે અને લક્ષ્મી માતાના આશીર્વાદ પણ લાવી શકે છે.
  • મોગરાનો છોડ : ઘરેલુ મુશ્કેલીઓથી રાહત માટે
    મોગરાનું ફૂલ દેખાવમાં ખૂબ આકર્ષક હોય છે અને તેની સુગંધ પણ સારી હોય છે, જે સુખદ અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખે છે. આથી તેને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ મનાય છે. વાસ્તુ અનુસાર તેને ઉત્તર-પૂર્વ દિશામાં મોગરાનો છોડ લગાવવાથી વ્યક્તિને ચાલી રહેલી સમસ્યાઓ અને ઘરેલું મુશ્કેલીઓથી રાહત મળી શકે છે. તે ઘરમાં સુખદ વાતાવરણ પણ જાળવી રાખે છે અને પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમને વધારે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મોગરાનો છોડ ઘરની ઉત્તર-પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવી શકાય છે.
vtv app promotion
  •  ક્રાસુલા પ્લાન્ટ : સંપત્તિ વધારવા માટે

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ક્રાસુલા પ્લાન્ટ લગાવવો ખૂબ જ શુભ મનાય છે. તેને ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું બેસ્ટ મનાય છે. જો તેમ શક્ય ન હોય તો તમે ક્રાસુલા પ્લાન્ટને ઉત્તર અથવા પૂર્વ દિશામાં પણ મૂકી શકો છો. આ છોડને યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. ઘરમાં આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને સંપત્તિમાં વધારો થઈ શકે છે. ઉત્તર કે પૂર્વ દિશામાં ક્રાસુલા છોડ રાખવાથી પણ વાસ્તુ દોષોથી રાહત મળી શકે છે.

  • અપરાજિતા છોડ : જીવનમાં પ્રગતિ માટે
     અપરાજિતા ફૂલને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. લક્ષ્મી માતા, ભગવાન વિષ્ણુ અને શનિદેવની પૂજામાં તેનો સમાવેશ કરવાથી શુભ પરિણામો મળે છે. વાસ્તુ શાસ્ત્ર પણ ઘરમાં અપરાજિતા ફૂલ લગાવવાને ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી ત્રણ દેવી-દેવતાઓનો આશીર્વાદ મળી શકે છે. તે પરિવારના સભ્યોને પણ પ્રગતિ અપાવી શકે છે. અપરાજિતા છોડ ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. આમ કરવાથી ઘરમાં શાંતિ અને સુખ જળવાઈ રહે છે.

વધુ વાંચો : આવનારી સફલા એકાદશીએ જો-જો આવી ભૂલો કરતા! નહીંતર પુણ્ય નહીં, પાપના સહભાગી બનશો

  • શમીનો છોડ : જીવનમાંથી દુર્ભાગ્ય કરશે દૂર
    શમીના છોડનું વિશેષ મહત્વ છે. આ છોડ શનિના નકારાત્મક પ્રભાવોને ઘટાડી શકે છે અને શનિદેવના આશીર્વાદ આપી શકે છે. શમીનો છોડ યોગ્ય દિશામાં લગાવવો જરૂરી છે. તેનાથી વ્યક્તિના જીવનમાંથી દુર્ભાગ્ય દૂર થઈ શકે છે અને સારા સમયની શરૂઆત થઈ શકે છે. ઘરના ઉત્તર-પૂર્વ દિશામાં આ છોડ લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતા જળવાઈ રહે છે.

(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra Mogra Plant North East

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ