બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / katrina kaif rashmika mandanna deefake video tiger 3 how to protect yourself

ખતરનાક ટેક્નોલોજી / કેટ-રશ્મિકા જ નહીં, તમે પણ થઇ શકો છો Deepfakeના શિકાર, જાણો બચવા માટેના ઉપાય

Arohi

Last Updated: 12:19 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rashmika Mandanna Recent Video: રશ્મિકા મંદાના બાદ ટાઈગર 3ની એક્ટ્રેસ કેટરીના કેફ Deepfake ટેક્નોલોજીનો શિકાર બની છે. એક એડિટેડ વર્ઝનમાં તેને ટૉવેલની જગ્યા પર એક લો-કટ વ્હાઈટ ટોપની સાથે દર્શાવવામાં આવી છે.

  • Deepfakeનો શિકાર થઈ રહી છે એક્ટ્રેસ 
  • AI બેસ્ડ ડીપફેટ ટેક્નોલોજી શું છે? 
  • કેટરીના- રશ્મિકા થયા શિકાર

સોશિયલ મીડિયા પર ડીપફેકનો વધુ એક નમૂનો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ બેસ્ડ ડીપફેક ટેક્નોલોજીનો નવો શિકાર ફેમસ એક્ટ્રેસ કેટરીના કેફ બની છે. તેમની અપકમિંગ ફિલ્મ ટાઈગર-3ના ટોવલ ફાઈટ સીનની સાથે છેડછાડ કરી AI દ્વારા એક નવું વર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે. 

કેટરીના તેમાં ટોવેલની જગ્યા પર એક લો-કટ વ્હાઈટ ટોપમાં જોવા મળી રહી છે. જે બિલકુલ નકલી છે. તેના પહેલા પુષ્પાની લીડ એક્ટ્રેસ રશ્મિકા મંદાના ડીફફેકનો શિકાર થઈ હતી. તેનો એક લિફ્ટ વાળો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. 

સેલેબ્સ થઈ રહ્યા છે Deepfakeનો શિકાર 
રશિમાકાના એડિટેડ વીડિયો બાદ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ Deepfake ટેક્નોલોજીને ખતરો ગણાવી છે. અહીં સુધી કે ખુદ રશ્મિકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા તેને ખૂબ જ ડરામણુ ગણાવ્યું છે. હાલ કેટરીનાની તરફથી કોઈ રિએક્શન નથી આવ્યું. 

તમે પણ થઈ શકો છો શિકાર 
Deepfake ટેક્નોલોજીના ખોટા ઉપયોગને લઈને સતત ફરિયાદ કરવામાં આવી રહી છે. ફક્ત સેલેબ્સ કે નેતાઓ જ નહીં પરંતુ સામાન્ય માણસો પણ તેનો શિકાર થઈ રહ્યા છે. એવામાં પોતાને બચાવવા માટે આપણે સાવધાન રહેવું જોઈએ. જેથી આપણે આ પ્રકારની ટેક્નોલોજીના જાળમાં ન ફસાઈએ.

Deepfakeથી આ રીતે બચો 
Deepfakeનો શિકાર કોઈ પણ થઈ શકે છે. તેનાથી બચવા માટે તમારે પોતાની ઓનલાઈન હાજરીને ઓછી કરવી જોઈએ. તેનો મતલબ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ સાવધાનીથી કરો. 

સતત ફોટો-વીડિયો પોસ્ટ કરવા તમને ખતરામાં મુકી શકે છે. તેના માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને પબ્લિકની જગ્યા પર પ્રાઈવેટ રાખો અને સ્ટ્રોન્ગ પાસવર્ડનો ઉપયોગ કરો. 

તમારી સાથે આવું કંઈ બને તો શું કરશો? 
જો તમારી સાથે Deepfake જેવી ઘટના બને તો તરત પોલીસ કે સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવો. IT એક્ટ, 2000 હેઠળ કોઈની ઓળખની સાથે ચેડા કરીને કંઈ પણ ઓનલાઈન પોસ્ટ કરવું અપરાધ છે. એવું કરવા પર કમસે કમ 1 લાખ રૂપિયાનો દંડ અથવા જેલની સજા થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ