બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / katrina kaif played never have i ever with her friends, posted a video

નટખટ / દિવાળી પાર્ટીમાં બાથરુમમાં છુપાઈને રડતી હતી કેટરીના કૈફ, 'નેવર હેવ આઈ એવર ગેમ'માં કર્યા ચોંકાવનારા ખુલાસા

Vaidehi

Last Updated: 06:20 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટ્રેસે ખુલાસો કર્યો કે તે દિવાળી પાર્ટીમાં ઘણી વખત છુપાઈને રડી છે. પરંતુ અભિનેત્રીએ એ નથી જણાવ્યું કે એવું તો શું થયું કે તેનું દિલ તૂટ્યું. હાલમાં જ પોતાના બ્રાન્ડને લઈ કેટરીનાએ એક વીડિયો શેર કર્યો છે. જુઓ.

  • પોતાની બ્રાન્ડને લઈ કેટરીનાએ વીડિયો શેર કર્યો 
  • પોતાની 2 મિત્રો સાથે ગેમ રમી
  • ગેમ રમતાં કેટરિનાએ અનેક વાતોનાં કર્યાં ખુલાસા

બોલીવૂડ અભિનેત્રી કેટરીના કૈફ પોતાની અંગત લાઈફને લઈને ક્યારેય કોઈ વાત કરતી નથી પરંતુ હાલમાં જ એક્ટ્રેસે ખુલાસો કર્યો કે તે દિવાળી પાર્ટીમાં ઘણી વખત છુપાઈને રડી છે. પરંતુ અભિનેત્રીએ એ નથી જણાવ્યું કે એવું તો શું થયું કે તેનું દિલ તૂટ્યું. હાલમાં જ પોતાના બ્રાન્ડને લઈ કેટરીનાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે મિની માથુર અને કરિશ્મા કોહલી સાથે ગેલેનટાઈન ડે સેલિબ્રેટ કરતી જોવા મળી રહી છે. 

મિત્રો સાથે રમી 'Never have I ever' ગેમ
ત્રણેયે ગેલેંટાઈન ડે ઉજવ્યો અને 'Never have I ever' ગેમ રમી, આ દરમિયાન તેણે એકબીજા સાથે શાનદાર ફેક્ટ્સ શેર કર્યા હતા. આ દરમિયાન એક્ટ્રેસ કેટરીના કૈફે ખુલાસો કર્યો કે તે ઘણી વખત બોલીવૂડ પાર્ટીઓમાં બાથરુમમાં જઈને રડી છે. એટલું જ નહી આ દરમિયાન તેમણે એ પણ જણાવ્યું કે તેણે તેના એક્સ બોયફ્રેન્ડનો ફોન ચેક કર્યો હતો. તેણે આ દરમિયાન ચોખવટ કરતા કહ્યું કે તે દિવસોમાં તે વધારે સમજદાર નહોતી. 

બોયફ્રેન્ડનો ફોન ચેક કર્યો હતો..
વીડિયો શાનદાર નોટ પર શરુ થયો કારણ કે કેટરીનાએ પ્રથમ સવાલ વાંચ્યો કે શું ક્યારેય પોતાના નજીકના વ્યક્તિનો ફોન ચેક કર્યો છે. કેટરીના કૈફે કબુલાત કરી તે પહેલા આવું કરી ચુકી છે. તેણે તેના એક્સ બોયફ્રેન્ડનો ફોન ચેક કર્યો હતો. જેમાં મિનીએ કટાક્ષ કરતા કહ્યું, વિક્કી કૌશલે પાસવર્ડ બદલી નાખવો જોઈએ. કેટરીના કૈફે મિનિને જવાબ આપતા કહ્યું, મેં આવું એ સમયે કર્યું હતું જ્યારે હું સમજદાર નહોતી. હવે હું સમજદાર થઈ ગઈ છું, હું ક્યારેય પણ હવે આવું કરીશ નહીં. ત્યાં સુધી કે કોઈ ફોન લોક ખોલીને મારી પાસે રાખે તો પણ હું તેને જોઈશ નહીં .

મૂવીની શૂટિંગ વખતે કર્યો હતો ઢોંગ
કેટરિનાએ એક કબૂલાત કરી કે તેણે એક વખત ઈજા થવાનું ખોટુ નાટક કર્યું હતું. જ્યારે તે કબીર ખાનની ન્યૂયોર્ક (2009) ફિલ્મ કરી રહી હતી ત્યારે આ બન્યું હતું, જેમાં જ્હોન અબ્રાહમ, નીલ નીતિન મુકેશ, ઈરફાન ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી પણ હતા.

દિવાળીની પાર્ટીમાં ખૂબ રડતી કેટરિના
કેટરિનાની વાત સાંભળ્યા પછી  મીનીએ એ પણ ખુલાસો કર્યો કે તે હંમેશા એરપોર્ટ પર વધારાનો સામાન લઈ જવાથી બચવા માટે બહાના બનાવે છે. કેટરીનાએ પછી ખુલ્લેઆમ કબૂલાત કરી કે તે દિવાળીની કેટલીક પાર્ટીઓમાં બાથરૂમમાં જઈને રડતી હતી. કેટરિના કૈફ, મિની અને કરિશ્માએ કેટરિનાની કોસ્મેટિક બ્રાન્ડ બ્યૂટીને પ્રમોટ કરવા માટે આ ગેમ રમી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો  કેટરિના પાસે શ્રીરામ રાઘવનની મેરી ક્રિસમસ છે, જેમાં વિજય સેતુપતિ પણ છે અને સલમાન ખાન સાથે ટાઇગર 3 માં જોવા મળવાની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ