બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / karwa chauth 2022 lord shiva devi parwati puja samagri karwa mata

આસ્થા / કરવા ચોથની પૂજામાં કરવા માતાને જરૂર અર્પણ કરજો આ વસ્તુઓ, તો જ પુરી ગણાશે પૂજા

Arohi

Last Updated: 07:21 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

13 ઓક્ટોબર 2022ના રોજ કરવા ચોથનું વ્રત રાખવામાં આવશે. પૂજામાં કોઈ વિઘ્ન ન આવે એટલા માટે મહિલાઓએ આજે જ ​​કરવા ચોથની તમામ સામગ્રી એકઠી કરી લેવી જોઈએ.

  • 13 ઓક્ટોબરે છે કરવા ચોથનું વ્રત 
  • કરવા ચોથની પૂજામાં શામેલ કરો આ વસ્તુઓ 
  • મળશે પૂજાનું યોગ્ય ફળ 

13 ઓક્ટોબર 2022ના રોજ કરવા ચોથનું વ્રત રાખવામાં આવશે. પરિણીત મહિલાઓ માટે આ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિવાહિત સ્ત્રીઓ સુખી દામ્પત્ય જીવન, પતિના દીર્ઘાયુષ્ય અને સૌભાગ્ય માટે આ દિવસે નિર્જલા વ્રત રાખે છે. 

કરવા ચોથ વ્રતમાં મહાદેવ, માતા પાર્વતી, ગૌરી પુત્ર ગણેશ અને ચંદ્રની પૂજા સંપૂર્ણ વિધિપૂર્વક કરવી જોઈએ તો જ વ્રતનું પૂર્ણ ફળ મળે છે. પૂજામાં કોઈ વિઘ્ન ન આવે એટલા માટે મહિલાઓએ આજે ​​કરવા ચોથની તમામ સામગ્રી એકઠી કરવી જોઈએ. આવો જાણીએ આ પૂજામાં કઈ વસ્તુઓ જરૂરી છે.

કરવા ચોથ પૂજા સામગ્રી
ટોટીવાળા કરવા અને ઢાંકણું

કરવા ચોથના વ્રતમાં કરવા વગર પૂજા અધૂરી માનવામાં આવે છે. કરવાને ગણપતિનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે કરવાની ટોટી ગણેશજીની સૂંઢ માનવામાં આવે છે. કરવામાં જળ ભરીને પૂજા કરવાથી અને ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.

કરવા ચોથ કથાનું પુસ્તક અને તસવીર
કરવા ચોથનું વ્રત કથા પછી જ પૂર્ણ માનવામાં આવે છે. પૂજામાં ચોથ માતા, કરવા માતા અને ગણેશજીની કથા વાંચવામાં આવે છે. કરવા માતાની પૂજા માટે તેનો ફોટો લઈ આવો.

કળશ
સનાતન ધર્મમાં પૂજામાં કળશ હોવું અનિવાર્ય છે. કારણ કે તે ગ્રહો, નક્ષત્રો, 33 કરોડ દેવી-દેવતાઓ અને પવીત્ર તીર્થોનો વાસ માનવામાં આવે છે. તેમની પૂજા કર્યા પછી જ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે.

16 શણગારનો સામાન 
બંગડીઓ, સાડી, મહેંદી, મહાવર, સિંદૂર, કાંસકો, ચાંદલો, ચુંદડી, બંગડી, પગની વેઢ વગેરે.

પૂજાની થાળી 
પાન, ફૂલ, ચંદન, નાડાછડી, અક્ષત, હળદર, મીઠાઈઓ, કંકુ, કાચું દૂધ, દહીં, દેશી ઘી, મધ, બુરૂ ખાંડ, દીવો, અગરબત્તી, કપૂર, ઘઉં, દિવેટ, બાજોટ, ચાળણી, દક્ષિણાના પૈસા, હલવો, આઠ પુરીઓની અઠાવરી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ