બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બોલીવુડની જાણીતા ફિલ્મ પ્રોડ્યૂસર કરીમ મોરાનીની બેટી શઝા મોરાની કોરોના પૉઝિટિવ જણાઇ હતી. એના કારણે એમના ઘરની બાઇ અને ઘરના લોકોને હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ત્યાં તમામના કોરોના ટેસ્ટ થયા, જેમાં એમની બીજી દીકરી પણ કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.

ADVERTISEMENT
મળતી માહિતી અસાર કરીમ મોરાની બીજી પુત્રી ઝોઆ મોરાની પણ કોરોના પૉઝિટવ છે. આ વાતની પુષ્ટિ ખુદ કરીમે કરી છે. જોયા અને શજાને હાલ મુંબઇની નાણાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને હોસ્પિટલોના આઇસોલેશન વોર્ડમાં છે.
કરીમની બે દીકરીઓને કોરોના પૉઝિટિવ આવવાથી તમામને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. કરીમે જણાવ્યું કે શઝામાં કોરોનાના કોઇ લક્ષણ નહતા, તેમ છતાં એને કોરોના પૉઝિટિવ આવ્યો. તો બીજી બાજુ જોઆમાં લક્ષણ હતા અને એ પણ હવે પૉઝિટિવ નિકળી છે.
ADVERTISEMENT

ફેમસ પ્રોડ્યૂસર છે કરીમ
જણાવી દઇએ કે કરીમ પોતાના સમગ્ર પરિવારની સાથે મુંબઇના જૂહુ વિસ્તારમાં રહે છે, જ્યાં બીજા પણ બોલીવુડના સ્ટાર્સના ઘર છે આ જૂહુનો પહેલો કોરોના પૉઝિટિવ મામલો જણાવાયો હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે. એમના ઘરને સમગ્ર રીતે સીલ કરી દેવામાં આવ્યો છે. હાલ એમના ઘરની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
શઝા રવિવારે સાંજના સમયે કોરોના પૉઝિટિવ મળી આવી હતી. શજા પોતાના માતા-પિતા અને બહેન ઝોઆ મોરાનીની સાથે રહે છે. જોઆ બોલીવુડ એક્ટ્રેસ છે. જે બિલ્ડીંગમાં મોરાની પરિવાર રહે છે એનું નામ શગુન છે. આ સમયે સમગ્ર બિલ્ડીંગને લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.