ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / kapoor family done big announcement on rajiv kapoors death

બોલિવૂડ / રાજીવ કપૂરના નિધન બાદ કપૂર ખાનદાને લીધો મોટો નિર્ણય, આ કામ નહીં થાય

Published By: Nikul

Last Updated: 08:13 PM, 10 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવંગત બોલિવૂડ અભિનેતા રાજ કપૂરનાં નાના દીકરા રાજીવ કપૂરનું 9 ફેબ્રુઆરીનાં રોજ હૃદયનાં હુમલાને લીધે નિધન થયું હતુ. કપૂર પરિવાર જેનાંથી ખૂબ દુખી છે. ત્યારે રાજીવ કપૂરનાં નિધન બાદ કપૂર પરિવારે મોટો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

  • હૃદયનાં હુમલાને લીધે રાજીવ કપૂરનું થયુ હતુ નિધન
  • નીતૂ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને માહિતી આપી
  • હોસ્પિટલમાં ડોક્ટરોએ રાજીવ કપૂરને મૃત ઘોષિત કર્યાં

 

નિધનની માહિતી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી
રાજીવ કપૂરનાં નિધનની માહિતી નીતૂ કપૂરે તેનાં ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને આપી હતી. ત્યારબાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. નીતૂ કપૂરે ત્યારબાદ હવે તેનાં ઈન્સ્ટાગ્રામ પર એક બીજી પોસ્ટ કરી છે જે પોસ્ટને કરીના કપૂરે પણ શેર કરી છે.

 


રાજ કપૂર પરિવાર શોકમાં
નીતૂ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજીવ કપૂરનાં નિધન બાદ હવે તેમનું બેસણુ નહીં રાખવામાં આવે. નીતૂ કપૂર બાદ તે પોસ્ટને કરીના કપૂરે પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જ્યાં તેમણે લખ્યું છે કે, કોરોનાની મહામારીને લીધે દિવંગત રાજીવ કપૂરનું બેસણુ રાખવામાં નથી આવ્યું. સાવચેતીનાં ભાગરુપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. પૂરો રાજ કપૂર પરિવાર શોકમાં છે.


ગત વર્ષે ઋષિ કપૂરનું નિધન થયું હતું
ઉલ્લેખનીય છે કે, રાજીવ કપૂરને હૃદયનો હુમલો આવ્યો હતો ત્યારે મેડિકલ ઈમરજન્સીમાં રણબીર કપૂર તેમને ચેમ્બૂર સ્થિત એક હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યાં હતા. કપૂર પરિવારમાં ગત વર્ષથી દુખનો પહાડ તૂટી પડ્યો છે. ગત વર્ષે ઋષિ કપૂરનું નિધન થયું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Ranbir Kapoor nitu kapoor rajiv kapoor નીતૂ કપૂર બોલિવૂડ બોલિવૂડ ન્યુઝ રણબીર કપૂર રાજીવ કપૂર Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ