બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Kangana was outraged at the Congress for finding the bodies of people in the Ganges, saying the pictures were from Nigeria and ...
ADVERTISEMENT
ગંગા નદીમાં લાશ મળવી એ સાવ નકલી ફોટા છે
કોરોના મહામારી વચ્ચે બિહાર અને ઉત્તરપ્રદેશની ગંગા નદીમાં નિયમિત રીતે લાશો મળી રહી છે. જેનાથી સરકાર અને પ્રશાસનની ચિંતા વધી ગઈ છે. પણ આ મોત કોરોનાથી થયા છે કે બીજા કોઈ કારણોથી તે હજી સુધી જાની શકાયું નહીં. જેની તસવીરો હવે સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. પણ ગંગા નદીમાં મળી રહેલ આ લાશોને લઈ બૉલીવુડની અભિનેત્રી કંગના રનોટે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે ઇન્સ્ટાગ્રામમાં ગંગામાં મળેલ લાશોના ફોટા શેર કરતાં કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેણે લખ્યું છે કે "આ બધા ફોટા નકલી છે અને નાઇઝીરિયાના છે અને કોંગ્રેસ ગંગા નદીનું નામ લઈ વાયરલ કરી રહી છે. આ બધા ફોટો કોંગ્રેસના સોશ્યલ મીડિયા પરથી મૂકવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT
આ પહેલા પણ કંગનાએ આપ્યા છે આવા નિવેદનો
કંગનાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું કે, ઇન્સ્ટાગ્રામે મારી તે પોસ્ટ ડિલીટ કરી દીધી જેમાં મે કોવિડને ખત્મ કરવાની વાત કરી હતી. કારણકે કેટલાક લોકોને દુઃખ થયુ હતુ. મતલબ આતંકવાદી અને કમ્યૂનિસ્ટને સહાનુભૂતિ આપવાવાળા લોકો વિશે સાંભળ્યુ હતુ ટ્વિટર પર પણ કોવિડ ફેન ક્લબ...ઓસમ...ઇન્સ્ટા પર 2 દિવસ થયા પણ મને નથી લાગતુ કે હું અહીં અઠવાડીયુ પણ ટકી શકીશ.

ADVERTISEMENT
કંગનાએ મમતાને કહી ખુન કી પ્યાસી
કંગના રનૌતે લખ્યું કે લોહીની ભૂખી મમતા બેનર્જી પોતાના પાવર પર મને મૌન કરી દેવા માંગે છે. કંગનાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં કેન્દ્ર સરકારને પણ ખરીખોટી સંભળાવી છે. તેણે લખ્યું કે, કેન્દ્ર સરકાર હિન્દુઓના કત્લો પર કોઇ એક્શન કેમ નથી લઇ રહીય તેમાંથઈ લાખો લોકો બંગાળથી ભાગી રહ્યાં છે કારણકે મમતા સરકાર મારા વિરુદ્ધ એક્શન લઇ રહી છે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.