ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
જાણીતી બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે જણાવ્યું હતું કે,સંસ્કૃત દેશની રાષ્ટ્રભાષા હોવી જોઈએ. કંગનાએ આ નિવેદન પોતાની ફિલ્મ ધાકડના ટ્રેલરના લોન્ચિંગ સમયે કરી હતી.
ટ્રેલર લોન્ચિંગના નિવેદન વખતે આપ્યું નિવેદન
ADVERTISEMENT
આ વિશે જણાવતાં કંગના રનૌતે કહ્યું, 'મને 2 મિનિટ આપો જેથી હું આ વિષય પર મારા વિચારો વ્યક્ત કરી શકું. આપણી સિસ્ટમ ગમે તે હોય, તે એક સમાજ છે, તેની ભાષા અને સંસ્કૃતિમાં ઘણી વિવિધતા છે અને તે જન્મજાત અધિકાર છે. મને લાગે છે કે રાષ્ટ્રભાષા સંસ્કૃત હોવી જોઈએ કારણ કે તમિલ, કન્નડ, ગુજરાતી અને હિન્દી જેવી ભાષાઓ તેમાંથી આવી છે તો હિન્દીએ સંસ્કૃત કેમ ન લીધું અને મારી પાસે જવાબ નથી.
સોનુ સુદે પણ ગઈકાલે આપ્યું હતું નિવેદન
ADVERTISEMENT
કિચ્ચા સુદીપના આ નિવેદનને વધુ હાઈપ ત્યારે મળી જ્યારે સુપરસ્ટાર અજય દેવગને તેના પર પ્રતિક્રિયા આપી. બંનેની વચ્ચે બુધવારે ટ્વિટર વૉર છેડાયુ. હવે આ મામલે સોનુ સૂદની પ્રતિક્રિયા સામે આવી છે. સોનુ સુદ બોલીવુડની સાથે-સાથે સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં પણ સક્રિય છે. તે છેલ્લાં ઘણા વર્ષોથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે. હિન્દી વિવાદ પર સોનુ સુદે એક અગ્રગણ્ય અખબાર સાથેની વાતચીતમાં કહ્યું, મને લાગતુ નથી કે હિન્દીને બસ રાષ્ટ્રીય ભાષા કહી શકાય છે. ભારતની એક ભાષા છે, જે છે એન્ટરટેઇન્મેન્ટ. તમે કઈ ઈન્ડસ્ટ્રીમાંથી આવો છો તે ફરક પડતો નથી. જો તમે લોકોનુ મનોરંજન કરો છો તો તે તમારી સાથે પ્રેમ કરશે. તમારું સન્માન કરશે અને તમારો સ્વીકાર કરશે.
સોનુ સુદે સાઉથ ફિલ્મોની સફળતા પર પણ વાત કરી
ADVERTISEMENT
સોનુ સુદે સાઉથ ફિલ્મોની સફળતા પર પણ વાત કરી છે. તેઓ કહે છે, સાઉથ ફિલ્મોની સફળતા હિન્દી ફિલ્મો બનવાની પદ્ધતિ ચેન્જ કરશે. સોનુ સુદનુ કહેવુ છે કે હવે નિર્માતાઓને દર્શકોની સંવેદનશીલતાને સમજવાની જરૂર છે. એ બધા દિવસો જતા રહ્યાં જ્યારે લોકો કહેતા હતા કે પોતાનુ મગજ છોડીને ફિલ્મો જોવા જાઓ. હવે લોકો તેનુ મગજ પાછળ નથી છોડતા અને એક એવરેજ ફિલ્મ છોડીને પોતાના હજારો રૂપિયા ખર્ચી નાખે છે. માત્ર સારા સિનેમાને સ્વીકારે છે.
સોનુ સુદની અનેક ફિલ્મો પાઈપલાઈનમાં
ADVERTISEMENT
સોનુ સુદના કામની વાત કરીએ તો તેમની અનેક ફિલ્મો પાઈપલાઈનમાં છે. તેઓ તેલુગુ મૂવી આચાર્યમાં દેખાશે. ત્યારબાદ તેઓ તામિલ ફિલ્મ Thamilarasanમાં દેખાશે. સોનુ સુદની અક્ષય કુમાર સાથેની પૃથ્વીરાજ પણ રીલીઝ થવાની છે. ફિલ્મો સિવાય સોનુ સુદ ટીવી પર ખૂબ સક્રિય રહે છે. તે રોડીજને હોસ્ટ કરી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT