બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટેસ્ટ ક્રિકેટમાં નવા સુપરસ્ટારનો ઉદય, સદી ફટકારી અનેક રેકોર્ડ કર્યા ધરાશાયી
Last Updated: 05:59 PM, 27 September 2024
Kamindu Mendis' world record In Test Cricket: શ્રીલંકાના બેટર કામિન્દુ મેન્ડિસે રેકોર્ડની હારમાળા સર્જી છે. એક પછી એક ઓછા મેચમાં અનેક રેકોર્ડ ધરાશાયી કર્યા છે. આમ તો ક્રિકેટમાં રોજ જૂના રેકોર્ડ તૂટે છે અને નવા રેકોર્ડ બને છે. ત્યારે શ્રીલંકાના બેટરે પોતાની ટેસ્ટ કારકિર્દીની 13મી ઇનિંગમાં જ એક હજાર રનનો આંકડો પાર કરી લીધો છે.
ADVERTISEMENT

ટેસ્ટ ક્રિકેટમાં નવા સુપરસ્ટારનો ઉદય
ADVERTISEMENT
ટેસ્ટ ક્રિકેટમાં એક નવો સુપરસ્ટારનો ઉદય થયો છે અને તે 25 વર્ષીય શ્રીલંકાના મિડલ ઓર્ડર બેટર કામિન્દુ મેન્ડિસ છે. મેન્ડિસ શા માટે ટેસ્ટ ફોર્મેટમાં સુપરસ્ટાર બનવાના માર્ગે છે તે અંગે તેના આંકડાઓ જ બોલે છે. 8 ટેસ્ટની 13 ઈનિંગમાં 5 સદી ફટકારી દીધી છે. આ ઉપરાંત કામિન્દુ મેન્ડિસે ટેસ્ટ ક્રિકેટમાં તેના 1000 રન પૂરા કરી લીધા છે. આ સાથે તે ડોન બ્રેડમેન સાથે સંયુક્ત રીતે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે. કામિન્દુ મેન્ડિસે આ રેકોર્ડને સ્પર્શતાની સાથે જ શ્રીલંકાએ ઈનિંગને ડિકલેર કરી દીધી હતી. કામિન્દુ મેન્ડિસ ટેસ્ટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર એશિયન બેટર પણ બની ગયો છે. તેના પહેલા ભારતના વિનોદ કાંબલીએ 14 ઇનિંગ્સમાં એક હજાર ટેસ્ટ રન પૂરા કર્યા હતા.
ADVERTISEMENT
મેન્ડિસે ડોન બ્રેડમેનની બરોબરી કરી
શ્રીલંકના બેટર કામિન્દુ મેન્ડિસ ન્યૂઝીલેન્ડ સામે રેકોર્ડબ્રેક બેટિંગ કરતા રેકોર્ડની હારમાળા સર્જી છે. શ્રીલંકાના આ બેટરે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં પણ સદી ફટકારી છે. કામિન્દુ મેન્ડિસ સૌથી ઓછી ઇનિંગ્સમાં 5 સદી ફટકારનાર એશિયન બેટર બની ગયો છે. તેણે 13મી ઈનિંગમાં જ 5મી સદી ફટકારીને આ મામલે સર ડોન બ્રેડમેનની પણ બરાબરી કરી લીધી છે. એક દિવસ પહેલા જ કામિન્દુ મેન્ડિસે સતત 8 ટેસ્ટ મેચમાં ફિફ્ટી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. બ્રેડમેને વર્ષ 1930માં 13 ઈનિંગમાં 5 સદી ફટકારી હતી, જ્યારે હેડલીએ 1931માં જ 13 ઈનિંગમાં આ કારનામું કર્યું હતું. હવે કામિન્દુ મેન્ડિસે 2024માં બંનેની બરાબરી કરી હતી અને 13 ઈનિંગમાં ટેસ્ટ કારકિર્દીની 5મી સદી ફટકારી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO: મેદાન પર કોહલીના પગે પડવા આવી ચઢ્યો શખ્સ, પછી વિરાટે દિલ જીતી લીધું
સીરિઝમાં મેન્ડિસની બીજી સદી
ADVERTISEMENT
મેન્ડિસે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 114 રનની ઇનિંગ પણ રમી હતી અને બીજી મેચમાં પણ તેણે સદી ફટકારી છે. બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં, તેણે 147 બોલમાં સદી પૂરી કરી અને ઈંગ્લેન્ડના જો રૂટને પાછળ છોડીને મહાન ટેસ્ટ બેટર ડોન બ્રેડમેન અને જોર્ડન હેડલીની બરાબરી કરી. તેણે ન્યૂઝીલેન્ડ સામેની હાલમાં રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. શ્રીલંકાએ 602 રનના સ્કોર પર પ્રથમ ઈનિંગ ડિકલેર કર્યો હતો. મેન્ડિસે આ મેચમાં અણનમ 182 રન મેરેથોન ઈનિંગ રમીને ઈતિહાસ રચ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.