બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Kamal Sadanah On Rang Co-Star Divya Bharti's Death: "Truly Believe It Was Just An Accident"

દિવ્યાના મોતનું રહસ્ય / 'દિવ્યા ભારતીનું મોત આત્મહત્યા નહોતું', 31 વર્ષ બાદ ધૂણ્યું ભૂત, એક્ટરનો ચોંકાવનારો ઘટસ્ફોટ

Hiralal

Last Updated: 08:44 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

90ના દાયદાના બેસ્ટ એક્ટ્રેસ અને કરોડો દિલ પર રાજ કરનારી દિવ્યા ભારતીના મોતને લઈને એક મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે.

1993ની સાલમાં તે વખતની બેસ્ટ એક્ટ્રેસ દિવ્યા ભારતીના મોતે આખા દેશમાં સનસનાટી મચાવી દીધી હતી. દિવ્યા ભારતી તેના એપાર્ટમેન્ટની બાલ્કનીમાં લપસી પડી હોવાનું કહેવાતું હતું જોકે એ વખતે એવો પણ દાવો કરાયો હતો કે દિવ્યાનું મર્ડર થયું છે. દિવ્યા ભારતીના મોતના 31 વર્ષ બાદ હવે રંગ ફિલ્મમાં તેની સાથે કામ કરનાર એક્ટર કમલ સદાનાએ દિવ્યા ભારતીના મોતને લઈને નવો દાવો કર્યો છે.

વધુ વાંચો : VIDEO : લવ સેક્સ ઔર ધોખા-2નો હોટ સીન લીક, મશહૂર એક્ટ્રેસ માસ્ટરબેટ કરતી દેખાઈ, લાખો જોઈ વળ્યાં

શું બોલ્યો કમલ સદાના 
કમલ સદાનાએ એક ઈન્ટરવ્યૂમાં દિવ્યા ભારતીના મોતને લઈને મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે ઘટનાની રાતે દિવ્યા ભારતીએ રમ પીધો હતો અને તેથી તેને ગેસ થયો હતો અને રુમમાં રઘવાઈ થઈ હતી આ નશાને કારણે તે બાલ્કનીમાંથી લપસી પડી હોઈ શકે છે. તેનું મોત એક આકસ્મિક હતું, તેણે આપઘાત કર્યો નહોતો કે તેની હત્યા પણ થઈ નહોતી. તેણે કહ્યું કે 
તે તેમના માટે ખૂબ જ દુ:ખદ છે. તે ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી હતી. કમલને તેની કંપની અને સાથીદારો સાથે કામ કરવામાં આનંદ થયો. તે આનંદી અને મનોરંજક હતી. એટલું જ નહીં, અભિનેતાનું કહેવું છે કે દિવ્યા ખૂબ હિંમતવાન હતી. તે શ્રીદેવીની અદ્ભુતની નકલ કરતી હતી. મને હજુ પણ દિવ્યાના મોતનો વિશ્વાસ આવતો નથી. આ મારે માટે ચોંકાવનારા સમાચાર હતા. મોતના 2-3 દિવસ પહેલા મેં દિવ્યા સાથે શુટિંગ પૂરુ કર્યું હતું મને કોઈને ફોન કરીને દિવ્યાના મોતના સમાચાર આપ્યાં હતા અને મને ભારે આંચકો લાગ્યો હતો. કમલ સદાનાએ કહ્યું કે જ્યારે તે દિવ્યા ભારતી સાથે શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે બધું બરાબર હતું. તે એકદમ ખુશ હતી. તે સમયે તે ટોચના કલાકારોમાંની એક હતી. તેની પાસે ઘણી ફિલ્મો હતી. દિવ્યાએ આત્મહત્યા કરી હોય તેવું મારુ માનવું નથી. તે નશામાં હોવાને કારણે લપસી ગઈ હશે અને હત્યાની વાતને ખોટી પણ કહે છે.

કમલ અને દિવ્યા 'રંગ'માં જોવા મળ્યા હતા
દિવ્યા ભારતી અને કમલ સદાનાની જોડી છેલ્લે ફિલ્મ 'રંગ'માં જોવા મળી હતી. આ ફિલ્મ 1993માં દિવ્યાના મોત બાદ રિલિઝ થઈ હતી. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 1993ની સાલમાં પોતાના ઘરથી બાલ્કનીમાંથી લપસી પડતાં દિવ્યા ભારતીનું મોત થયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ