બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / Kalsarp Dosh or Shani Sadasati Start worshiping in this Navagraha temple, you will get rid of both.

ધર્મ / કાલસર્પ દોષ કે શનિની સાડાસાતી... આ નવગ્રહ મંદિરમાં શરૂ કરો આરાધના, મળશે બંનેથી છૂટકારો

Megha

Last Updated: 10:46 AM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મંદિરમાં પહોંચીને નવગ્રહની પૂજા કરવાથી કુંડળી દોષ, શનિ દોષ, રાહુની દશા, સાડેસાતી અને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે. લોકો એક સાથે શનિદેવ અને નવગ્રહની વિશેષ પૂજા કરે છે

  • ઈન્દોરના નવગ્રહ મંદિર પ્રત્યે લોકો ખૂબ જ આસ્થા ધરાવે છે
  • આ મંદિરમાં લોકો નવગ્રહની પૂજા કરે છે
  • કુંડળી દોષ, સાડેસાતી અને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે

શાસ્ત્રો અનુસાર શનિદેવને ધર્મરાજ અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ તમામ સારા અને ખરાબ કર્મોનું ફળ પ્રદાન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવની કુદ્રષ્ટી કોઈ રાશિના જાતકો પર પડી જાય તો મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે. શનિદેવને પ્રસન્ન રાખવાથી ધન, નોકરી અને વેપારમાં પ્રગતિ થાય છે તથા તમામ સમસ્યાથી મુક્તિ મળે છે. જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે લોકોના મનમાં કુંડળી દોષ, શનિ દોષ અથવા તો કાલસર્પ દોષ ચાલતો હશે એવો વિચાર આવે. 

જણાવી દઈએ કે ઈન્દોરના નવગ્રહ મંદિર પ્રત્યે લોકો ખૂબ જ આસ્થા ધરાવે છે. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં લોકો આ મંદિરમાં આવે છે અને નવગ્રહની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે મંદિરમાં પહોંચીને નવગ્રહની પૂજા કરવાથી કુંડળી દોષ, શનિ દોષ, રાહુની દશા, સાડેસાતી અને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં લોકો આ મંદિરની મુલાકાત લે છે અને એક સાથે શનિદેવ અને નવગ્રહની વિશેષ પૂજા કરે છે.

નોંધનીય છે કે આ મંદિર થોડા સમય પહેલા સુધી વિશ્વના સૌથી મોટા નવગ્રહ મંદિર તરીકે જાણીતું હતું. આ નવગ્રહ મંદિર ઈન્દોરમાં આવેલું છે અને અહીં તમને મંદિરની બહાર જ એક પોસ્ટર જોવા મળશે. જેના પર લખ્યું છે - વિશ્વનું સૌથી મોટું નવગ્રહ મંદિર.

ઉલ્લેખનીય છે કે મંદિરના મુખ્યએ જણાવ્યું હતું કે કે માત્ર નવગ્રહ દેવતાઓ જ વ્યક્તિના જીવનની સ્થિતિ અને દિશા નક્કી કરે છે. જ્યારે નવ ગ્રહો અનુકૂળ હોય છે, ત્યારે વ્યક્તિને તેના જીવનમાં દરેક પ્રકારના સુખ, સમૃદ્ધિ અને કીર્તિ મળે છે. પણ જો કોઈ વ્યક્તિના જીવનમાં આ નવ ગ્રહો પ્રતિકૂળ રીતે ચાલતા હોય તો વ્યક્તિને તેના જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે દુ:ખ અને મુશ્કેલીઓથી ઘેરાયેલો છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિએ નવગ્રહની પૂજા કરવી જોઈએ.

તમને જણાવી દઈએ કે ખાસ કરીને શનિવારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ મંદિરમાં દર શનિવારે શનિદેવને તેલ ચઢાવે છે અને નવગ્રહની પૂજા કરે છે અને ધર્મ પ્રમાણે વર્તે છે. તેના જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને વ્યક્તિને તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કીર્તિ મળે છે. મંદિરમાં શનિદેવ અને નવગ્રહોની મૂર્તિ ચારે બાજુ બિરાજમાન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ