બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Kalichaudash Make a lamp for Yamdev here in the house it is believed to get rid of hell

ધર્મ / આજે કાળીચૌદશ: ઘરમાં અહીં એક દીવડો યમદેવનો પણ કરજો, નરકમાંથી મુક્તિ મળી જવાની છે માન્યતા

Dinesh

Last Updated: 08:10 AM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diwali 2023 : ધાર્મિક માન્યતાઓ અનુસાર આજે લોટનો દીવો પ્રગટાવીને યમદેવની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને નરકમાંથી પણ મુક્તિ મળે છે

  • આજે કાળીચૌદશના દિવસે એક દીવો લોટનો કરવો જોઈએ
  • લોટના દીવોથી યમ દેવ થાય છે પ્રસંન્ન 
  • જેનાથી ભક્તો પર આવનારી આફત ટળે


દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, આ સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આજે કાળીચૌદસ છે. આ તહેવાર દેશભરમાં 5 દિવસ સુધી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દશેરાની જેમ દિવાળીને પણ બુરાઈ પર સચાઈની જીતનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામ આ દિવસે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા હતા. અયોધ્યાના લોકોએ તેમના ઘરોમાં ઘીના દીવા પ્રગટાવ્યા અને શ્રી રામનું સ્વાગત કરવા ફટાકડા ફોડ્યા હતા. કાર્તિક મહિનાની અમાવસ્યા તિથિએ દિવાળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એટલું જ નહીં તે દિવસથી તેને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક પણ માનવામાં આવે છે. દિવાળી એ સનાતન ધર્મના મહત્વના તહેવારોમાંનો એક છે. 

diwali 2023 why are flour lamps lit on deepawali know its religious significance maj

આજે લોટનો દીવા કરવો
સૌથી મહત્વની વાત એ છે કે કાળી ચૌદસના દિવસે લોટના દીવા પ્રગટાવવાનું સૌથી વધુ મહત્વ માનવામાં આવે છે. દરેકના મનમાં આ પ્રશ્ન ચોક્કસપણે આવે છે કે દિવાળીના ખાસ તહેવાર પર લોટના દીવા કેમ પ્રગટાવવામાં આવે છે અને તેની પાછળનું શું મહત્વ છે? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન આવ્યો હોય તો આજે અમે તમને તેની પાછળનું ધાર્મિક મહત્વ જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ

લોટનો દીવા કરવાનો મહત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર ચૌદસના દિવસે લોટનો દીવો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આજે પોતાના ઘરમાં લોટનો દીવો પ્રગટાવે છે તો તે શુભ ગણાય છે. આ દિવસે યમદેવની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો લોટનો દીવો પ્રગટાવીને યમદેવની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને નરકમાંથી પણ મુક્તિ મળે છે અને યમદેવની ખરાબ નજર પણ પરિવારના કોઈ સભ્ય પર નથી પડતી. કહેવાય છે કે ચૌદશના દિવસે યમદેવની પૂજા કરતી વખતે હંમેશા લોટનો દીવો પ્રગટાવવો જોઈએ અને તે દીવો ઘરના દરેક ખૂણામાં ફેરવવો જોઈએ અને પછી તેને દક્ષિણ દિશામાં રાખવો જોઈએ. કારણ કે દક્ષિણ દિશાને યમદેવની દિશા માનવામાં આવે છે. આમ કરવાથી યમદેવ પ્રસન્ન થાય છે અને ભક્તો પર આવનારી આફતને ટાળે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Dharma news Diwali 2023 deepawali 2023 કાળીચૌદશ યમદેવ લોટનો દીવો DIWALI 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ