બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / kali chaudash 2023 do these upay avoid this mistakes know significance and remedies

કાળી ચૌદશ 2023 / આજના દિવસે જો કરશો આ નિયમોનું પાલન, તો વ્યક્તિને જીવનમાં ક્યારેય નહીં રહે નર્કનો ભય

Arohi

Last Updated: 09:15 AM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kali Chaudash 2023: આજે કાળી ચૌદસના દિવસે નરકાસુરનું વધ કરવામાં આવ્યું હતું જેના કારણે આ પર્વને નરક ચતુર્દશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે અમુક સરળ ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓથી મુક્તિ મળે છે.

  • કાળી ચૌદસના દિવસે કરો આ ઉપાય 
  • દરેક મુશ્કેલીમાંથી મળશે મુક્તિ 
  • જીવનમાં ક્યારેય નહીં રહે નર્કનો ભય

દિવાળી ઉત્સવના બીજા દિવસે કાળી ચૌદસ આવે છે. શાસ્ત્રોમાં આજના દિવસે કયા કયા કાર્યો કરવાનું જણાવવામાં આવ્યું છે આજના દિવસે તમને કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને નરક ચતુર્દશીના દિવસે કયા કયા ઉપાય કરવા જોઈએ આવો જાણીએ તેના વિશે. 

કાળી ચૌદસ પર કરો આ નિયમનું પાલન 
તેલ માલિસ

આજે કાળી ચૌદસનું પહેલું કાર્ય તેલ માલિસ કરવાનું છે. કાળી ચૌદસના દિવસે સવારના સમયે તેલ માલિસ કરાવ્યા બાદ સ્નાન કરી લેવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે તેલમાં માતા લક્ષ્મી નિવાસ કરે છે. એવામાં તમે પણ તેલ માલિક કરીને સ્નાન જરૂર કરો. તેનાથી માતા લક્ષ્મીનો આશિર્વાદ તમને મળશે. 

ચાર દિવા કરો 
આ ઉપરાંત કાળી ચૌદસના દિવસે સાંજના સમય નરકાસુરના નિમિત્ત ચાર દિવા કરવાની પરંપરા છે. આ દિવા દક્ષિણ દિશામાં કરો. સાથે જ ભવિષ્યોત્તર પુરાણના અનુસાર બ્રહ્મા, વિષ્ણુ અને શિવના મંદિરોમાં અસ્ત્રાગારોમાં એટલે કે જ્યાં અસ્ત્ર મુકવામાં આવે છે, બાગ-બગીચા, ઘરના આંગણમાં અને નદીઓની પાસે દિવો કરવો જોઈએ. 

એટલે કે પોતાના જીવનમાં ઉર્જાની સાથે જ નવી રોશનીનો સંચાર કરવા માટે આસ પાસ આ બધી જગ્યાઓ પર દીવો જરૂર કરો. તેના ઉપરાંત આજે કાળી ચૌદસે ચૌદ પ્રકારના શાકભાજી અને પાન ખાવા જોઈએ. દક્ષિણમાં લોકો આજે સ્નાન કર્યા બાદ કારીટ નામના સ્થાનીક કડવા ફળ પગથી કચળે છે. જે સંભવતઃ નરકાસુરના નાશનું પ્રતીક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ