બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kajal Hindustani's trouble increased, complaint filed in taluka court, comment made on Patidar society
Dinesh
Last Updated: 04:59 PM, 2 April 2024
મોરબીમાં પાટીદાર સમાજની દીકરીઓ પરના નિવેદનને લઈને કાજલ હિંદુસ્થાની સામે બદનક્ષીની ફરિયાદ નોંધાઈ છે. મનોજ પનારાએ કાજલ હિંદુસ્થાની સામે મોરબી તાલુકા કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી છે. તો આજે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓની બેઠક મળશે. જેમાં સમાજનાં સંમેલનને લઈને ચર્ચા કરવામાં આવશે
ADVERTISEMENT
ADVERTISEMENT
પાટીદાર સમાજ અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું કે, કાજલ સિગાડા નામની વ્યક્તિએ પાટીદાર સમાજ ઉપર જે પ્રકારના ખોટા આક્ષેપો કર્યા છે. જેઓએ પોતાની ટીઆરપી માટે પાટીદાર સમાજને, પાટીદાર સમાજની દીકરીઓને અને ઉદ્યોગપતિઓને જે રીતે જાહેર સ્ટેજ ઉપરથી બદનામ કર્યા છે. જેના પગલે તેમના વિરૂદ્ધ મોરબી કોર્ટમાં બદનક્ષીનો દાવો રજૂ કર્યો છે તેમજ ક્રિમિનલ દાવો પણ રજૂ કર્યો છે.
કાજલ હિન્દુસ્થાની મોરબીની પટેલ દીકરીઓ વિશે બોલ્યા હતા. તેમણે 7 દીકરીનો નામ વિના ઉલ્લેખ કર્યો હતો. પટેલ સમાજની 7 દીકરીના મુસ્લિમ બોયફ્રેન્ડ છે. દીકરીઓએ ઘરેથી ચોરી કરી મુસ્લિમ યુવકોને કાર ગિફ્ટ કરે છે. દીકરીઓએ માતા-પિતાની વ્યસ્તતાનો લાભ ઉઠાવ્યો તેવું નિવેદન આપ્યું હતું
વાંચવા જેવું: રાજ્યમાં ગરમી વધશે કે ઘટશે? જાણો 5 દિવસ કેવું રહેશે વાતાવરણ
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.