બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 04:34 PM, 2 April 2024
ADVERTISEMENT
રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે. આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે સાથો સાથ તાપમાન યથાવત રહેવાની પણ વાત કરી છે. અત્યારે તાપમાન વધવાની શક્યતાઓ નહીંવત હોવાનું જણાવ્યું છે.
ADVERTISEMENT
તાપમાનમાં વધારો થવાની શક્યતા નહિવત
રાજ્યના કેટલાક વિસ્તારમાં એક થી બે ડિગ્રી જેટલું તાપમાન વધવાની શક્યતા છે. હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફુકાશે તેમજ જમીની વિસ્તાર પર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનોની ગતિ રહેશે. જેના કારણે વાતાવરણમાં પલટો આવશે. અરબ સાગર તરફથી આવતા પવનોના કારણે તાપમાનમાં વધવાની શક્યતા નહીવત રહેલી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
આ રીતે કરો 'હીટવેવ'થી પોતાને બચાવો
1. ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
2. ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
3. ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
4 ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
5. તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
6. હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
7. બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
8. હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
9. બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
10. તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.