બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Junagadh Lok Sabha seat BJP Rajesh Chudasama and Congress have given tickets to Hira Jotwa on Junagadh seat

મહામંથન / રાજેશ ચુડાસમા V/S હિરા જોટવા, જૂનાગઢનો કિલ્લો કોણ જીતશે? જુઓ મહામંથન

Dinesh

Last Updated: 09:51 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh Lok Sabha seat: જૂનાગઢ બેઠક પર 18,30,275 મતદારો છે. 2,96,501 મતદારો સાથે કોળી મતદારો સૌથી વધુ છે. અહીં 2 લાખ આસપાસ લેઉવા પાટીદાર મતદારો પણ છે.

લોકસભા ચૂંટણીને લઈ દરેક બેઠક પર પ્રચારના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જૂનાગઢ બેઠક પર ભાજપે રાજેશ ચુડાસમાને રાજકીય મેદાન ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે હિરા જોટવાને ટિકિટ આપી છે. ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર રાજકીય ગણિત અને પંડિતોના સમીકરણો શું કહે છે, ચાલો જાણીએ

જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર
રાજેશ ચુડાસમા V/S હિરા જોટવા 

જૂનાગઢ બેઠકનું જ્ઞાતિ સમીકરણ શું?

જૂનાગઢ બેઠક પર 18,30,275 મતદારો છે. 2,96,501 મતદારો સાથે કોળી મતદારો સૌથી વધુ છે. અહીં 2 લાખ આસપાસ લેઉવા પાટીદાર મતદારો પણ છે. 1 લાખ 96 હજારની આસપાસ મુસ્લિમ મતદારો છે જ્યારે દલિત મતદારોની સંખ્યા 1 લાખ 67 હજાર આસપાસ છે. આહિર-કારડીયા રાજપૂત સમાજની સંખ્યા 1 લાખ 45 હજાર આસપાસ છે તો અહીં લોહાણા સમાજના મતદારોની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં છે

જૂનાગઢ બેઠકનો ઇતિહાસ 

જૂનાગઢમાં 1962થી 2019 સુધી લોકસભા માટે 18 ચૂંટણી થઇ છે. કડવા-લેઉવા પટેલ,વણિક,લોહાણા,આહિર,કારડિયા રાજપૂત ઉમેદવારો જીત્યા છે. પાછલી બે ચૂંટણીથી કોળી ઉમેદવાર લોકસભા બેઠક પરથી જીતે છે. શરૂઆતમાં જૂનાગઢ બેઠક પર કોંગ્રેસનો દબદબો હતો. વર્ષ 1991માં પહેલી વખત ભાજપે આ બેઠક જીતી હતી. વર્ષ 1991થી સતત 4 ટર્મ ભાવનાબેન ચિખલીયા સાંસદ રહ્યાં હતા. વર્ષ 2004માં કોંગ્રેસના જશા બારડ જીત્યા અને અને વર્ષ 2009માં ભાજપે દિનુ સોલંકીને ટિકિટ આપી હતી. વર્ષ 2014માં ભાજપે રાજેશ ચુડાસમાને ટિકિટ આપી હતી. વર્ષ 2014માં રાજેશ ચુડાસમાએ પુંજા વંશને હરાવ્યા હતાં. વર્ષ 2019માં પણ ભાજપે રાજેશ ચુડાસમાની પસંદગી કરી હતી. 

જૂનાગઢ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા બેઠક 

જૂનાગઢ
વિસાવદર
માંગરોળ

ગીરસોમનાથ જિલ્લાની સમાવિષ્ટ વિધાનસભા બેઠક

તાલાળા
સોમનાથ
કોડીનાર 
ઉના 

વર્ષ 2019નું પરિણામ

રાજેશ ચુડાસમા 
જીત-ભાજપ
V/S
પુંજા વંશ
હાર-કોંગ્રેસ

ભાજપ-કોંગ્રેસની રણનીતિ!

ભાજપે કોળી સમાજમાંથી રાજેશ ચુડાસમાને કર્યા પસંદ
V/S
કોંગ્રેસે OBC કાર્ડને આગળ ધરી હીરા જોટવાને કર્યા પસંદ

કોળી,પટેલ,દલિત અન્ય જ્ઞ્રાતિના સમીકરણ આધારે પસંદગી
V/S
આહિર,કારડીયા રાજપૂત,મુસ્લિમ,દલિત સમાજને લઇ રણનીતિ

અન્ય જ્ઞાતિના મતદારોનું સમીકરણ સાધવા પ્રયાસ
V/S
વિસાવદર વિધાનસભાના પાટીદાર મતો અંકે કરવા રણનીતિ

ભાજપે ત્રીજી વખત રાજેશ ચુડાસમા પર પસંદગીનો કળશ ઢોળ્યો
V/S
કોંગ્રેસે ઉમેદવાર બદલીને OBC કાર્ડ કર્યુ મજબૂત

બ્રાહ્મણ,પ્રજાપતિ,લોહાણા અને ખારવા સમાજને પોતાના તરફી કરી જીતવાનો ભાજપનો પ્રયાસ
V/S
કોંગ્રેસે વર્ષ 2004ની રણનીતિનું કર્યુ પુનરાવર્તન 

કોણ છે રાજેશ ચુડાસમા?

જુનાગઢ બેઠકના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા છે. ભાજપે ત્રીજી વખત ચુડાસમાને રિપીટ કર્યા છે. રાજેશ ચુડાસમા બે કોળી જ્ઞાતિમાંથી આવે છે. ચોરવાડમાં રાજેશ ચુડાસમાનો જન્મ થયો છે. માંગરોળથી ધારાસભ્ય રહ્યા છે

વાંચવા જેવું: 'રૂપાલા સામે લડાઈથી હિન્દુત્વને પહોંચશે નુકસાન', સમાધાનની તરફેણમાં સંતો, જુઓ અવિચલદાસજી શું બોલ્યા

કોણ છે હીરા જોટવા?

હીરા જોટવા ખેતી અને ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. 1991થી 2004 સુધી સુપાસી ગામના સરપંચ રહ્યાં. 1995થી 2000 સુધી વેરાવળ યુવક કોંગ્રેસ પ્રમુખ રહ્યાં હતાં. 5 વર્ષ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રહ્યાં હતાં. વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે 7 વર્ષ રહ્યાં છે. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તરીકે 2019થી 2023 સુધી રહ્યાં અને 2022માં કેશોદ વિધાનસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યાં હતા. કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે હીરા જોટવા ફરજ બજાવી રહ્યાં છે  હીરા જોટવાએ B.A સુધી અભ્યાસ કર્યો છે 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ